Gujarat

ઉંજામાં હાર્દિકના પોસ્ટર પર કાળી શ્યાહીથી મો કાળુ કરાયુ

ઉંજા
હાર્દિક પટેલે ભાજપ જાેઇન કરતા ચારે કોરથી નારાજગીના સૂર જાેવા મળી રહ્યા છે. ભાજપમાં પણ આંતરીક બે જૂથો જાેવા મળ્યા હતા. તો પાટીદારો હાર્દિકથી ભારે નારાજ છે. હાર્દિક પટેલ પાટીદાર અનામત આંદોલનના સહારે મોટો નેતા બની શક્યો હતો. તેનું આંદોલન ભાજપની સરકાર સામે હતુ. આ આંદોલન દરમિયાન ૧૪ પાટીદારોના યુવાનોના મોત પણ થયા હતા. આ તમામ બબતોને લઇને પાટીદરા સમાજમાં તેનો ભારોભાર વિરોધ થઇ રહ્યો છે. હાર્દિકે પ્રેસ કોન્ફરન્સમાં પાટીદાર સમાજને અસામાજીક તત્વો સાથે કરતા પણ પાટીદારો નારાજ થયા હતા. તેને લઇને હાર્દિક પટેલના પુતળાને જાહેરમાં ફાંસી આપીને વિરોધ નોધવામાં આવ્યો હતો. હાર્દિક પટેલે પોતાના આંદોલનની શરૂઆત ઉત્તર ગુજરાતથી જ કરી હતી. જેમા મહેસાણા મુખ્ય કેન્દ્ર હતુ. ત્યારે મહેસાણા ઉંજા સહિતના વિસ્તારોમાં હાર્દિકને ભારે સમર્થન મળ્યું હતુ. ત્યારે આજે આ વિસ્તારોમાં હાર્દિકનો ભારે વિરોધ થઇ રહ્યો છે.કાૅંગ્રેસથી નારાજ થઇને પાટિદાર યુવા નેતા હાર્દિક પટેલે ભારતીય જનતા પાર્ટીનો ખેસ ધારણ કરી લેતા પાટીદાર સમાજમાં ભારે નારાજગી જાેવા મળી રહી છે. ઉંજાના ઉનાવામાં હાર્દિક પટેલના ભાજપ પ્રવેશના પોસ્ટર લગાવામાં આવ્યા હતા. જ્યાં ધનજી પટેલ નામના શખ્સ દ્વારા થાંભલા પર ચડીને હાર્દિક પટેલના પોસ્ટર પર કાળી સહીથી હાર્દિકના પોસ્ટર મોઢુ કાળુ કરી નાખ્યું હતુ.

India-Gujarat-Unja-Poster-of-BJP-Hardik-Patel-Welcome-Poster-Black-Colour-Spre-make-BJP-Worker.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *