Gujarat

ઉંટવા ગામની સીમમાં રોડની સાઈડમાં આવેલ ૪ ઝાડ કાપી નાંખતા વન વિભાગને ફરિયાદ

મહેસાણા
કડી શહેરમાં ઘણા સમયથી વૃક્ષોના છેદનની બૂમરાડ જાેવા મળી રહી છે. ત્યારે ઉંટવા ગામની સીમમાં રોડની સાઇડમાં આવેલ ૪ અરડુસાના ઝાડ કેટલાક ઈસમો કાપી નાખતા પર્યાવરણ પ્રેમીઓ રોષે ભરાયા હતા. રાજપુર જવાના રોડ ઉપર નવથી દસ વર્ષના ચાર અરડુસાના ઝાડ કેટલાક ઈસમો દ્વારા કાપી નાખતા પર્યાવરણ પ્રેમીઓ કાર્યવાહીની માગ કરી હતી. પર્યાવરણ દિવસે જ કેટલાક ઈસમોએ આ ઝાડ કાપી નાખતા સરપંચને જાણ કરતા સરપંચે વન વિભાગના અધિકારીઓને જાણ કરી હતી. વન વિભાગના અધિકારીઓ ઘટના સ્થળે પહોચીને આ આ વૃક્ષોનું છેદન કરેલા ઈસમો સામે કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.સમગ્ર રાજ્યમાં ૫ જૂનના દિવસે વિશ્વ પર્યાવરણ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. ત્યારે ઠેર ઠેર લોકો એક બાજુ વૃક્ષો વાવી અને તેનું જતન કરીને ઉછેર કરવામાં આવે છે. ત્યારે અમૂક લોભીયા માણસો દ્‌ઘારા આવા મોટા વટ વૃક્ષોનું છેદન કરીને પોતાનાં આર્થિક ફાયદો કરી રહ્યા છે. કડીના ઉંટવા ગામની સીમમાં અરડુસાના ૪ ઝાડ કપાતાં પર્યાવરણ પ્રેમીઓ રોષે ભરાયાં હતા.

Cutting-of-trees-in-the-seam-of-camel-village.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *