Gujarat

ઉજ્જવલ ભારત, ઉજ્જવલ ભિવષ્ય, પાવર@2047 હેઠળ વિવિધ યોજનાઓના લાભો-પ્રમાણપત્રોનુ વિતરણ લાભાર્થીઓને કરાશે

ઉજ્જવલ ભારત, ઉજ્જવલ ભવિષ્ય, પાવર@2047 હેઠળ માણાવદરમાં આહિર સમાજ ખાતે તા.૨૯-૭-૨૦૨૨ના રોજ સાંજે ૦૪ કલાકે ઉજાલા દિવસની ઉજવણી કરાશે.

     વિદ્યુત ક્ષેત્રે થયેલ પ્રગતિ અને વર્ષ ૨૦૪૭ સુધીની અપેક્ષાઓના અનુસંધાને આયોજિત આ કાર્યક્રમમાં રાજ્ય સરકારના પશુપાલન અને ગૌ-સંવર્ધન રાજ્યમંત્રી શ્રી દેવાભાઈ માલમની અધ્યક્ષતામાં પ્રજાલક્ષી વિવિધ યોજનાઓના લાભો-પ્રમાણપત્રોનુ વિતરણ કરવામાં આવશે. આ સાથે સાંસ્કૃતિક કૃતિઓ અને કાર્યક્રમને આનુસંગિક ફીલ્મ પણ દર્શાવવામાં આવશે.

     આ પ્રસંગે સાંસદ શ્રી રમેશભાઈ ધડુક, જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી શાંતાબેન ખટારિયા, મેયર શ્રીમતી ગીતાબેન પરમાર સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહેશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *