Gujarat

ઉત્તર ગુજરાતમાં જીઈટીસીઓ-યુજીવીસીએલના ટેકનિકલ કર્મીઓ ૬ મુદ્દાને લઈ આંદોલનના માર્ગે

મહેસાણા
જી.યુવી.એન.એલના તાબા હેઠળની સાતેય વીજ કંપનીઓ તેમજ જેટકોમાં ફરજ બજાવતા વીજ ટેકનિકલ કર્મચારીઓ દ્વારા વર્ગ ૪ માંથી વર્ગ ૩માં સમાવો સહિતની સાત માંગણીઓ હલ ન થતાં વીજ કંપની વિસ્તારની કલેકટર કચેરીએ આવેદન આપીને આંદોલનના મંડાણ કરાયા છે. જેના ભાગરૂપે ઉત્તર ગુજરાત વીજ કંપનીના ૩૮૫૦ અને વિસ્તારમાં જેટકોના ૩૨૦૦ મળીને કુલ ૭૮૫૦ વીજ ટેકનીકલ કર્મચારીઓએ સોમવારે મહેસાણામાં અરવિંદ બાગથી રેલી કાઢીને કલેક્ટર કચેરીએ આવેદન આપીને માંગણીઓ રજૂ કરી હતી. પડતર માંગણીઓ હલ નહીં થાય તો ગુજરાતમાં અંધારપટ્ટ કરવાની ફરજ પડશે તેવી ચીમકી ઉચ્ચારી હતી. કોરોના, પુર, વાવાઝોડાની સ્થિતીમાં પણ હેલ્પર તરીકે મહત્વની ટેકનીકલ કામગીરી કરવા છતાં અગત્યની માંગણીઓ પ્રત્યે ઉદાસીનતા સેવાઇ રહી છે.ઇલેકટ્રીકલ આસીસ્ટન્ટને કુશળ કર્મચારી ગણી વર્ગ ૪માંથી વર્ગ ૩માં સમાવી મળવાપાત્ર તમામ લાભો આપી અસમાનતા અને વિસંગતતા દૂર કરવા માંગણી છે. મીટર રીડરને અપગ્રેડ કરી જુનિયર આસીસ્ટન્ટ બનાવવામાં આવેલ છે. જે વર્ષ ૨૦૦૩માં તેમનો પે સ્કેલ સુધારવામાં આવેલ છે. જે મુજબ આસીસ્ટન્ટ લાઇનમેન અને એસબીઓને થતાં અન્યાયમાં ન્યાય આપીને પે સ્કેલ સુધારો. જીયુવીએનએલની વિવિધ કંપનીમાં લાઇન નેટવર્ક ગ્રાહકોના ખામીયુક્ત વિદ્યત ઉપકરણ, હલકી ગુણવત્તાવાળુ મટેરીયલ, કુદરતી આફતોમાં ટેકનિકલ કર્મીઓની ઘટમાં કામના સતત ભારણના કારણે કર્મીઓ ઉપર ફરજ બજાવવાનું જાનનું જાેખમ રહેતુ હોય છે. છતાં સૈનિકની જેમ ફરજ બજાવતા હોય છે. ત્યારે ટેકનિકલ વીજ કર્મીઓને ૨૦ ટકા લેખે લાઇફ રિસ્ક એલાઉન્સ આપો.ઓવરટાઇમ તેમજ કામના કલાકો ફિક્સ કરો. વીસી ઇલેકટ્રીકલ આસીસ્ટન્ટને ગુજરાત સરકારના જાન્યુઆરી ૨૦૧૭ના ઠરાવ મુજબ પગારધોરણ આપવાની માંગ કરાઇ હતી.

File-02-Page-09.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *