નિસાર શેખ,મહુધા
ઉદરા સાર્વજનિક ઉચ્ચતર બુનિયાદી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક વિદ્યાલય ખાતે શાળા ધોરણ ૧૦ અને ૧૨ ના વિદ્યાર્થીઓને શુભેચ્છા સમારોહ યોજાયો હતો સાર્વજનિક ઉચ્ચતર બુનિયાદી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક વિદ્યાલય ઉંદરા શાળામાં ધોરણ ૧૦ અને ૧૨ ના વિદ્યાર્થીઓ ના શુભેચ્છા સમારોહ અને નવા શાળાના મકાનમાં બાધકામના દાતા ઓનો સન્માન સમારોહ યોજાયો હતો જેમાં મંડળના પ્રમુખ રવીન્દ્ર સિંહ સોઢા પરમાર તથા શાળાના આચાર્ય બુધાભાઈ જે પરમાર દ્વારા સૌ દાતાઓને સન્માનિત કરવામાં આવ્યા હતા તથા જાહેર પરીક્ષા આપનાર વિદ્યાર્થીઓને આશીર્વાદ પાઠવ્યા હતા આ પ્રસંગે સેતુ અને મંત્રી શાળા સંકુલ કન્વીનરો ઓએ પ્રોત્સાહિત પ્રવચન કરી વિદ્યાર્થીઓ તથા દાતાઓને પ્રોત્સાહિત કર્યા હતા આ સાથે એસ પી શાહ હાઇસ્કુલ આચાર્ય એસ.એમ પંચાલ સમાજ અગ્રણી ભરતસિંહ પરમાર અનેક અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા અને શાળા નો કાર્યક્રમ સફળ બનાવ્યો હતો


