Gujarat

ઉદ્યોગમાં કાપ મૂકી જગતતાતને પૂરતો અને નિયમિત વીજ પુરવઠો ફાળવો : ઉના ગીરગઢડા તાલુકા /શહેર કોંગ્રેસ સમિતિ

ગિરગઢડા
ભરત ગંગાદેવ
જય ભારત સહ જણાવવાનું કે , રાજ્ય ના ખેડૂત ને ૮ કલાક વીજ પુરવઠો આપવાની સરકાર ની નીતિ છે , જ્યારથી સરકારે જાહેરાત કરી છે ત્યાર થી રાજ્યના ખેડૂતો ને સળંગ ૮ કલાક વીજ પુરવઠો મળ્યો નથી , તેમજ સરકાર દ્વારા ખેડૂતોને દિવસે વીજળી આપવા માટે , સૂર્યોદય કિસાન યોજના ની જાહેરાત કરવામાં આવી ,તે મુજબ પણ દિવસે વીજ પુરવઠો પૂરો પાડવામાં નથી આવતો ,ઉના ગીરગઢડા તાલુકા માં તૌકતે વાવાઝોડાને ૯ માસ જેટલો સમય પસાર થઈ ગયો હોવા છતા આજ દિન સુધી ૧૩-૧૪ ખેડુતોનો વીજ પુરવઠો પુનઃ સ્થાપિત થઈ શકયો નથી. ખેડુતોને કોરોનાનો મહામારી નો માર , તૌકતે વાવાઝાડાનો માર, કમોસમી વરસાદનો માર અને
હવે નિયમિત વીજ પુરવઠો નહિ  મળવાથી થતા નુકસાનનો માર પડી રહયો છે. છેલા બે માસથી
ખેડુતોને અિનયિમત રીતે  અપૂરતો વીજ પુરવઠો પશ્વિમ ગુજરાત વીજ કપની લિમિટેડ કંપની દ્વારા આપવામા આવે છે , આવેછે. સરકાર દ્વારા  ખેડુતોને સતત અને નિયમિત  ૬ કલાક વીજ પુરવઠો મળી રહે તેવી બાહેંધરી અપાયા બાદ પણ આજે ખેડુતોને ૬ કલાક એકધારો વીજ પુરવઠો મળવાને બદલે માત્ર બે થી ચાર કલાક જ મળે છે. હાલ ખેડુતોને ઉનાળુ પાકોનું  વાવતેર કરવા માતે સતત વીજ પુરવઠો મળી રહે તે અંત્યત  જરૂરી છે. જો ખેડુતોને વીજ પુરવઠો પૂરો પાડવામા નહિ આવે તો ખેડુતોને મોટું આર્થિક નુકસાન થશે PGVCL દ્વારા ફોલ્ટમાં ગયેલ ફિડરો ની  મરામત થાય, બળી ગયલે ટ્રાન્સફોર્મર બદલવા , ફોલ્ટમા ગયેલ લાઈનની મરામતના કારણે વીજળી ના મળી હોય ,તેટલા સમય ની વીજળી ખેડૂતો ને આપવી અત્યંત જરૂરી અને ખેડૂત ના હિત માં છે , ઉદ્યોગો ને અપાતી વીજળીમાં કાપ મૂકી ને જગતના તાતને બચાવવા તાત્કાલિક અસરથી નિર્ણય કરવો અંત્યત જરૂરી છે
આથી, ઉપરોક્ત તમામ બાબતો સત્વરે ધ્યાને લઈ, ખેડુતોના હિતમાં યોગ્ય નિર્ણય કરી   ખેડૂતોને
સતત ૮ કલાક વીજ પુરવઠો મળી રહે  તે માટે આપ શ્રીની કક્ષાએ થી જરૂરી કાર્યવાહી સત્વરે કરાવવા અમારી માંગણી સહ વિનંતી છે…

IMG-20220328-WA0443.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *