ઉનાના કાણકબરડા ગામમાં કિરાણાની દુકાનમાં રાત્રિના સમય દરમિયાન કોઈ કારણોસર અચાનક આગ લાગતા દુકાનમાં રહેલી તમામ ખાદ્ય ચીવસ્તુઓ તેમજ ઇલેક્ટ્રિક વીજ ઉપકરણો બળીને ખાક થઈ જતાં દુકાન માલિકને લાખોનું નુકસાન થયું હોવાનું જાણવા મળેલ છે..
કાણકબરડા ગામમાં કાનગીર ભગવાનગીર ગોસ્વામીની જનરલ કિરાણાની દુકાન આવેલી છે. તેમાં તમામ ખાદ્ય ચીવસ્તુઓ તેમજ ઠંડા પીણા સહીતનું વેચાણ કરતા હોય આ દુકાનમાં રાત્રિના સમય દરમિયાન કોઈ કારણોસર અચાનક આગ લાગતા દુકાનમાં રહેલી તમામ ખાદ્ય ચીવસ્તુઓ તેમજ ઠંડા પીણા તેમજ ઇલેક્ટ્રિક વીજ ઉપકરણો ટીવી ફ્રીઝ લાઈટ પંખા સહીત તમામ આગ માં બળીને ખાક થઈ ગયુ હતુ.
આ ઘટના મોડી રાત્રીના સમયે થયાં કોઈ જાણ થઈ ન હતી. વહેલી સવારે ત્યાંથી પસાર થતા લોકોને દુકાન માંથી આગના ધુમાડા નીકળતા જોવા મળતા તાત્કાલિક દુકાન માલિક ઘટના સ્થળે દોડી ગયા હતાં. અને દુકાનની અંદર જોતા તમામ ચીવસ્તુઓ બળીને ખાક થઈ જતાં અંદાજીત ત્રણ લાખના મુદ્દામાલનું નુક્સાન થયું હોવાનું જણાવેલ હતું. જોકે આગની ઘટના વિજ શોર્ટસર્કિટથી કે અન્ય બીજું કોઇ કારણથી થયેલ તે હજુ સુધી જાણવા મળ્યું નથી..


