Gujarat

ઉનાના કોબ ગામથી લેરકા સુધીનાં રસ્તાની લાંબા સમયની  સમસ્યા ઉકેલાઈ  

ગિરગઢડા
  ભરત ગંગદેવ.
ઉના તાલુકાના કોબ ગામથી લેરકા ગામ સુધી નાં  બિસમાર રસ્તાના નવનિર્માણ માટે ખાતમુહૂર્ત કરાતાં સમસ્યા ઉકેલાતા લોકોએ ખુશી વ્યક્ત કરી હતી
કોબ ગામથી લેરકા ગામ તરફનો રસ્તો લાંબા સમયથી બિસમાર હોવાથી લોકોને અવરજવર કરવામાં મુશ્કેલી પડી રહી હતી. આ બિસમાર રસ્તાના નવીનીકરણ માટે લોકો દ્વારા વર્ષોથી વારંવાર રજૂઆત કરાતી હતી, પરંતુ કોઇએ દરકાર લીધી ન હતી. આખરે આ રસ્તાની સમસ્યાના નિરાકરણ માટે ઉનાના પુર્વ ધારાસભ્ય કાળુભાઇ રાઠોડ નાં નેત્રુત્વ હેઠળ જિલ્લા પંચાયત સદસ્ય લખમણભાઈ બાંભણિયા દ્વારા ઉરચકક્ષાએ રજૂઆત કરાઈ હતી. આથી તેઓની રજૂઆતને પગલે  વિધિવત રીતે વર્ષો જૂના રસ્તાનું ખાતમુહૂર્ત કરાયું હતું.
 રસ્તાનું નવિનીકરણ કરાતા લાંબા સમયથી  રસ્તાની સમસ્યાનું  નિરાકરણ થતાં ગામ લોકોમાં ખુશીનો માહોલ છવાયો હતો.
  આ તકે જિલ્લા પંચાયતનાં સદસ્ય લખમણભાઈ બાંભણિયા, બિજલભાઈ બાંભણીયા,પાંચાભાઇ ભાલીયા, કોબ ગ્રામ પંચાયતનાં નવનિયુક્ત સરપંચ ભીમભાઇ બાંભણિયા, તેમજ ગામના આગેવાનો  ઉપસ્થિત રહ્યા હતાં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *