Gujarat

ઉનાના ડમાસા ગામના વીર શહીદ આર્મી જવાનના પરિવારને ઉના ગીરગઢડા તાલુકાના આર્મી ગ્રૂપ દ્વારા રૂ.4 લાખનો ચેક અર્પણ કરાયો…

ઉનાના ડમાસા ગામના વીર શહીદ આર્મી જવાન લાલજીભાઈ બાંભણીયાના પરિવારને ઉના ગીરગઢડા તાલુકાના આર્મીમાં ફરજ બજાવતા આર્મી ગ્રૂપના તમામ જવાનો દ્વારા રૂ.4 લાખ સહાય રકમનો ચેક અર્પણ કરવામાં આવ્યો હતો.

વીર શહીદ લાલજીભાઇ બાંભણીયા અરૂણાચલ પ્રદેશની બોર્ડર પર ફરજ બજાવતા હોય ત્યા ટ્રેનિગ દરમ્યાન ભારે બરફના કારણે તબિયત ખરાબ થતાં તાત્કાલીક આર્મી કેમ્પ માંથી કલકતા ખાતે હોસ્પિટલે સારવારમાં હતા. અને સારવાર દરમ્યાન લાલજીભાઇનું મોત નિપજ્યું હતું. અને તેમનો મૃતદેહ વતન ડમાસા ગામે આર્મી દ્વારા લઈ આવવામાં આવેલ અને તેમના અંતિમ યાત્રામાં પણ હજારોની સંખ્યામાં લોકો જોડાયા હતા. આ વીર શહિદ જવાનને ઉના ગીરગઢડા તાલુકાના આર્મીમાં ફરજ બજાવતા તમામ આર્મી જવાનો દ્વારા શહિદ લાલજીભાઈના ઘરે પહોચી પરીવારમાં તેમના 3 વર્ષના પુત્રના નામે પરિવારને ચેક અર્પણ કરાયો હતો.

 

-વીર-શહીદ-આર્મી-જવાનના-પરિવારને.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *