Gujarat

ઉનાના તડ ગામે શખ્સે સગીરવયની યુવતીને સંબંધીના ઘરે બોલાવી દુષ્કર્મ આચર્યુ…

ઉના – ઉનાના પાલડી ગામે રહેતા શખ્સે સગીરવયની યુવતીને તેમની મરજી વિરૂધ બળજબરી પુર્વક  દુષ્કર્મ આચર્યુ હતું. અને આ શખ્સે કોઇને કહીશ કે પોલીસ ફરીયાદ કરી તો જાનથી મારી નાખવાની ધમકી આપતા આ બાબતે ભોગ બનનારના ભાઇએ નવાબંદર મરીન પોલીસમાં ફરીયાદ નોધાવતા શખ્સે વિરૂધ્ધ પોસ્કો તેમજ દુષ્કર્મનો ગુન્હો નોધી પોલીસે આગળની તપાસ કરેલ અને આ શખ્સને પોલીસે ગણતરીની કલાકોમાં શોધીકાઢી આગની પુછપરછ કરવામાં આવેલ છે.

આ અંગેની પ્રાપ્ત વિગત મુજબ પાલડી ગામે રહેતો અક્ષય ધીરૂ બારૈયા નજીક આવેલ તડ ગામે તેમના સંબંધીના ઘરે યુવતી ઉ.વ.૧૭ ને મળવા માટે બોલાવી હતી. બાદમાં શખ્સે યુવતીનો હાથ પકડી ઘરના રસોડામાં લઇ ગયેલ અને તેમની મરજી વિરૂધ્ધ દુષ્કર્મ આચર્યુ હતું. અને કહેલ કે આ વાત કોઇને કહીશ કે પોલીસમાં ફરીયાદ કરીશ તો જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ અંગેની સમગ્ર ઘટના યુવતીએ તેમના ભાઇને કહેતા ભોગબનનાર યુવતીના ભાઇએ નવાબંદર મરીન પોલીસમાં ફરીયાદ નોધાવતા પોસ્કો તેમજ દુષ્કર્મ સહીતનો ગુન્હો નવાબંદર મરીન પોલીસે નોંધી ઘોરણસરની કાર્યવાહી હાથ ધરેલ છે. આ અંગે નવાબંદર પોલીસે ગ્ણતરીની કલાકોમાં આરોપી અક્ષય ધીરૂ બારૈયાને શોધીકાઢી ઝડપી પાડેલ છે.

 

તડ-ગામે-યુવકે-પીડિતાને-સંબંધીના-ઘરે-બોલાવી-ગુજાર્યો-બળાત્કાર.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *