Gujarat

ઉનાના તપોવન પાટિયાં પાસે વાડીમાં દીપડાના આંટાફેરા…

ઉનામાં ગીરગઢડા રોડ પર આવેલ તપોવન પાટિયાં નજીક એક વાડીમાં દિપડો શિકારની શોધમાં લપાઈને  બેઠેલો હતો. ત્યારે અચાનક વાહનનો અવાજ સંભળાતા દિપડો ઊભો થઈ ચાલતો થયેલ અને નારિયેળીના થડ ઉપર ઉભી ધીમે ધીમે નજીકની વાડી વિસ્તારમાં ચાલ્યો ગયેલ હતો. આ સમગ્ર ઘટનાનો વીડિયો વાડીમાં પસાર થતા વાહન ચાલકે મોબાઈલમાં કેદ કરેલ હોય સોશ્યલ મીડિયામાં વાયરલ થયેલ હતો. આમ વન્ય પ્રાણીઓ સિંહ, દીપડા શિકારની શોધમાં અવાર નવાર સીમ  વિસ્તારમાં આંટાફેરા કરતા હોવાથી લોકોમાં ભય  ફેલાયેલ હતો. જોકે અગાઉ દોઢ માસ પહેલાં દીપડાએ દ્રોણ ગામે એક બાળક પર હુમલો કર્યો હતો.અને બે દિવસ પહેલા મંગળવારે રાત્રીનાં ફાટસર ગામે વાડી વિસ્તારમાં યુવતી પર દીપડાએ હુમલો કરતા ગંભીર ઈજા પહોંચાડી હતી. ત્યારે હવે ફરી ઉના શહેર અને સીમ વિસ્તારોમાં અવાર નવાર શિકારની શોધમાં આવી ચડતા લોકોમાં ભયનું વાતાવરણ ફેલાયેલ છે. વનવિભાગ દ્વારા આ વિસ્તારમાં દીપડાને પુરવા પાંજરું ગોઠવવામાં આવે તેવી માંગ ઉઠવા પામેલ…

 

-પાટિયાં-પાસે-વાડીમાં-દીપડાના-આંટાફેરા-લોકોમાં-ભયનું-વાતાવરણ-ફેલાઈ-ગયું-2.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *