દેલવાડા ગામના સામાન્ય ગરીબ પરિવારનો યુવાન હિતેશભાઈ લાખાભાઈ ભીલ હાલ બીએસએફની ભરતીમાં સિલેક્શન થતા દેલવાડા ગામના આગેવાનો અને યુવાનો દ્વારા હિતેશભાઈનું ફૂલહાર તેમજ મોમેન્ટો આપીને ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. અને સાથે તેમના માતા પિતાનું પણ ગ્રામજનોએ સ્વાગત કર્યુ હતું..
આ કાર્યક્રમનું આયોજન અલ્પેશભાઈ બાંભણીયા અને દેલવાડાના પૂર્વ સરપંચ વિજયભાઈ બાંભણીયા દ્વારા કરવામાં આવ્યો હતો. કાર્યક્રમમાં ચેમ્બર ઓફ કોમર્સના આગેવાનો તેમજ ગામના યુવાનો અને સામાજિક કાર્યકર્તાઓ દ્વારા દેલવાડા ક્રિકેટ મેદાન મુકામે હિતેશભાઈના સન્માનનો કાર્યક્રમમાં હાજરી આપીને સફળ બનાવ્યો.


