ઊના – ઉનાના દરીયાઈ કાંઠાના ગામોમાં લાઈટ (વિજળી)ને લઈ મોટી સમસ્યા હોય જેમાં સૈયદ રાજપરા, સિમર, માણેકપુર, દુધાળા તેમજ સંજવાપુર જેવા અનેક ગામોમાં આ પ્રશ્ન જોવા મળે છે. આ વિસ્તારના ગામોમાં આવતી લાઈટ દાંડી ગામે આવેલ ૬૬ કે.વી મારફતે આવે છે. અને આ ફિડરમાં બીજા ઘણા ગામો હોવાથી લોડ વધી જવાના લીધે વાંરવાર લાઈટની સમસ્યા ઉભી થાય છે. જેથી અન્ય જગ્યાએ નવુ ૬૬ કે.વી બનાવવામાં આવે તો આ લાઈટના પ્રશ્નો લોકોને કાયમી માટે નિરાકરણ આવે તેમ છે. અગાઉ પણ ૬૬ કે.વી બનાવવાનું આયોજન કરવામાં હતુ. અને સિમર-દુધાળા ગામ વચ્ચે ૬૬ કે.વી બનાવવા માટેની જગ્યા પણ ફાળવવામાં આવેલ હતી. તેમ છતાં આ પ્રશ્નના નિરાકરણ માટે કોઈ યોગ્ય કાર્યવાહી કરવામાં આવેલ નથી. ઉના તાલુકાના સિમર–દુધાળા ગામ વચ્ચે ૬૬ કે.વી બનાવવા માટે જે જગ્યા ફાળવવામાં આવેલ છે. તે જગ્યા પર વહેલી તકે ૬૬ કે.વી બનાવવામાં આવે તો દરીયાઇ કાંઠા વિસ્તારના ગામોમાં નિયમીત પણે લાઈટ પુરી પાડી શકાય. આ ઉપરાંત સૈયદ રાજપરા બંદર માછીમારી માટેનું બંદર છે. તેમજ આસપાસના ૧૫ ગામોના લોકો ૧૦ મહિના સુધી અહિં વસવાટ કરી માછીમારી કરે છે. તેમજ ગામ વિસ્તાર તેમજ વસ્તીની દૃષ્ટીએ પણ મોટુ બંદર આવેલ છે. તેમ છતાં લાઈટની સમસ્યાના કારણે માછીમારીના વ્યવસાય પર પણ અસર પડે છે. આથી સિમર-દુધાળા ગામ વચ્ચે ૬૬ કે.વી બનાવવા માટેની જે જગ્યા ફાળવવામાં આવેલ છે. તે જગ્યા પર વહેલી તકે ૬૬ કે.વી બનાવવામાં આવે તેવી માંગ ગ્રામ પંચાયતના સરપંચ ભરતભાઇ કામળીયાએ લેખિત રજુઆત મેનેજીંગ ડાયરેક્ટર પી જી વી સી એલ વિભાગ રાજકોટને કરી હતી.