નેશનલ યોગાસન સ્પોર્ટ્સ ફાઉન્ડેશન, નવી દિલ્હી દ્વારા આયોજિત દીવ જિલ્લા યોગાસન સ્પોર્ટ્સ ચેમ્પિયનશિપ 2022-23 માં કેન્દ્રીય વિદ્યાલય દીવ ખાતે ધોરણ 6 માં અભ્યાસ કરતાં, માત્ર દસ વર્ષનાં ઉના નિવાસી ,વિરાટ હિમાંશુ જોશીએ સબ જુનિયર કેટેગરી માં પરંપરાગત યોગ સ્પર્ધામાં રજતચંદ્રક અને આર્ટિસ્ટિક યોગ સ્પર્ધામાં સુવર્ણચંદ્રક મેળવીને કેન્દ્રીય વિદ્યાલય તથા ઉનાનું નામ રોશન કરેલ છે. આ અગાઉ તેઓએ કેન્દ્રીય વિદ્યાલય સંગઠન ની રિજીઓનલ સ્પોર્ટ્સમાં પણ કે.વી.અંકલેશ્વર ખાતે ઉજ્જવળ દેખાવ કરેલ છે. અભ્યાસ, સંગીત,રમતગમત સાથે યોગાસન માં આ સિદ્ધિ તેમની આક્રી મહેનત અને લગન નું પરિણામ છે. હવે તેઓ દીવ જિલ્લાનું પ્રતિનિધિત્વ સમગ્ર કેન્દ્રશાસિત પ્રદેશ ની સ્પર્ધામાં કરશે.


