ઉના
ઉના શહેરમાં ગીરગઢડા રોડ પર મોબાઇલની દુકાનના ઉદ્ઘાટન પ્રસંગે ગુજરાતી સ્ટાર યુટ્યુબમાં કોમેડી કલાકાર અને ગરીબોના દાતા ખજુર ભાઇ આવતા શહેરના લોકો ખજુરભાઇને નિહાળવા બાળકો મહીલાઓ અને લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા હતાં. સાંજના સમયે ખજુરભાઈની એન્ટ્રી થતાં તેમનાં ચાહકો પણ મોટી સંખ્યામાં ઊમટી પડ્યા હતા. ત્યારે ઉના ગીરગઢડા રોડ પર ટ્રાફિક જામના દ્રશ્યો જાેવા મળેલ હતા. અને લોકો પણ જ્યાં જગ્યા મળે ત્યાં કોમ્પલેસ દુકાન અને રસ્તાના ડિવાઇડર ઉપર તેમજ દીવાલ ઉપર ચડીને લોકોએ ખજૂર ભાઈને નિહાળીયા હતા.


