Gujarat

ઉનામાં માથાભારે શખ્સનો આંતક તલવાર, છરીથી હુમલો કરી લૂંટ ચલાવી…

ઉના શહેરમાં નામચીન માથાભારે શખ્સ આંતક બેફામ વધી રહેલ છે. અને ગત રાત્રીના ગીરગઢડા રોડ પર ખુલ્લી તલવાર છરીઓ સાથે મફત પેટ્રોલ તેમજ સીગરેટ, માવા માંગીને પૈસા ન આપી હુમલો કરી લુંટ કર્યા અંગેની ઉના પોલીસમાં ફરીયાદ નોંધાયેલ છે.

ઊના શહેરમાં ખોડીયાર નગર વિસ્તારમાં રહેતા નામચીન શખ્સ રધુ રવિ બાંભણીયા તેમજ રોહિત અનુ પરમાર નામના માથાભારે શખ્સો ગત રાત્રીના ગીરગઢડા રોડ પર આવેલ હરીભાઇ રામભાઇ આહિર પેટ્રોલ પંપ પર નોકરી કરતા હોય એ દરમ્યાન આ માથાભારે રાત્રીના શખ્સોએ નંબર પ્લેટ વગરની સ્કુટી લઇને રૂ. ૫૦ નું પેટ્રોલ ગાડીમાં નંખાવેલ અને તેના પૈસા માંગતા ઉશ્કેરાઇ જઇ ગાળો આવી છરી બતાવી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.

ત્યાર બાદ આ શખ્સો જશરાજ પાન બીડીની દુકાન ધરાવતા ભુપતભાઇ બચુભાઇ સોલંકીની મોદી ગ્રાઉન્ડ સામે આવેલ કેબીન ઉપર ગયેલા અને સીગરેટ માંગતા સીગરેટ આપી હતી. અને માથાભારે બન્ને શખ્સો પાસે પૈસા માંગતા ઉશ્કેરાઇ જઇ ગાળો આવી સ્કુટીની સાઇડમાં બાંધેલ તલવાર કાઢી તથા છરીના ઘા ભુપતભાઇ બચુભાઇ સોલંકીના ડાબા હાથના કાંડા પર મારી ઇજા કરી ગલ્લામાં વેપારના પડેલા આસરે રૂ.૨૫૦૦ થી ૩૦૦૦ લૂંટી નાશી ગયેલ હોય આ બન્ને માથાભારે શખ્સો સામે ઉના પોલીસમાં લૂંટની કલમ ૩૯૪, ૩૨૪ ૫૦૬/૨ મુજબ વિવિધ કલમ હેઠળ ગુન્હો નોધી બન્ને શખ્સોને પકડી પાડવા તજવિજ હાથ ધરેલ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *