ઉના
ઉનાના ગ્રામ્ય વિસ્તારના મકાનની અગાસી પર કપડાં સૂકવવા જતી બહેરી મૂંગી યુવતી પર પાડોશમાં રહેતા યુવકે ઘરની અગાશીના ભાગે લઈ જઈ બળાત્કાર ગુજાર્યો. ઉના પોલીસમાં આરોપી વિરૂદ્ધ દુષ્કર્મની ફરિયાદ નોંધાઈ હતી. પ્રાપ્ત વિગતો મુજબ ઉના તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં રહેતી પીડિતા જન્મથી બહેરી મૂંગી છે. જે તેમના રહેણાંક મકાનના અગાસીના ભાગે કપડાં સુકવવા ગઈ તે સમયે ઘટના બની હતી. ત્યારે પીડિતાના પાડોશમાં રહેતા ફરિયાદીના એક સગાના પુત્રએ પીડીતા કપડાં સૂકવતી હતી ત્યારે પાછળથી પકડી મકાનના ઉપરના ભાગે લઈ જઈ ગેરકાયદેસર રીતે પ્રવેશ કરી પીડિતાને રૂમમાં પૂરી દરવાજાે બંધ કરી દીધો હતો. યુવતીને બળજબરી પૂર્વક તેની મરજી વિરૂદ્ધ શારીરિક સંબંધ બાંધ્યા હતા. તે સમય દરમ્યાન પીડિતાના માતા ઉપરના માળે તેની પુત્રીને બોલાવવા જતા રૂમનો દરવાજાે બંધ જાેયો. જેથી પીડિતાના માતા બારીના ભાગેથી જાેઈ જતા રાડારાડ કરતા યુવક નાસી ગયો હતો. પીડિતાના માતાએ આ નરાધમ શખ્સ વિરૂધ્ધ પોલીસમાં દુષ્કર્મની ફરિયાદ નોંધાવી હતી. સમગ્ર મામલે પોલીસે આગળની તપાસ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
