ઉના- ઉના ગીરગઢડા તાલુકા વિધાનસભાની ચુંટણીમાં ઉમેદવારો ફુલ ફોર્મમાં હોય તેમ ગુજરાત વિધાનસભાની જાહેરાત પછી ૧૭ જેટલાં ઉમેદવારીનાં ફોર્મ નાયબ કલેકટર કચેરીએ ચૂંટણી અધિકારી પાસેથી લઇ ગયાં છે. પરંતુ હજું સુધી માં એકેય ફોર્મ ભરાઈ આવ્યું નથી ભાજપ કોંગ્રેસ અને આપનાં ઉમેદવારો વચ્ચે ત્રિપાખીયો જંગનાં એંધાણ વચ્ચે આગામી ચૂંટણી ભારે રસાકસીભરી બની રહેશે. કોંગ્રેસનાં ઉમેદવારો મેદાનમાં રહ્યા છે. અને તેમણે પોતાનો પ્રચાર પણ શરૂઆત કરી દીધી છે જ્યારે ભાજપનાં સંભાવીક ઉમેદવારો એ પણ તૈયારીઓ આરંભી દીધી છે. જ્યારે આપનાં ઉમેદવાર નાં ઠેકાણાં ક્યાંય દેખાતાં નથી. આમ આ વિધાનસભાની ચુંટણીમાં ફોર્મ ભરવાની તારીખ નજીક આવી રહી છે તૈયાર 17 થી વધુ ફોર્મ ઉપડયા છે તે રાષ્ટ્રિય પાર્ટીનાં ઉમેદવારો માટે રાજકિય ગણીત બગાડી શકે છે. છેલ્લા બે દિવસ દરમ્યાન કોંગ્રેસના સંભવીત ઉમેદવાર પુંજાભાઇ વંશ સહીત ૧૭ ઉમેદવારોએ ફોર્મ નામ જોગ ઉપાડેલ છે. મોટાભાગના ઉમેદવારો આ વિધાન સભાની ચુંટણીમાં ફોર્મ ભરશે કે કેમ તે જોવાનું રહેશે.
