Gujarat

ઉના તાલુકાના કંસારી ગામે દાતાઓના સહકાર થી ચાલતું મનોદિવ્યાગ નિવાસી કેર સેન્ટર નો 15.મો વાર્ષિક ઉત્સવ અને સંસ્થામાં યોગદાન આપનાર 35.થી વધુ મહાનુભાવોનું સન્નમાન કરાયું…    

ગિરગઢડા
  ભરત ગંગદેવ…
 ઉનામાં 2006 ની સાલમા ઉન્નતનગર સોસાયટી માં ભાડાંના મકાનમાં સરકારની કોઈપણ મદદ વગર દાતાઓના તન.મન.અને ધન ના સહકાર થી રામચંદ્રરાજે એ દિવ્યાંગ વિકાસ એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા નિવાસી કેર સેન્ટર શરૂ કરેલ હતું જેને 15.વર્ષ માં કંસારી ગામ ની સીમમાં દાતાઓ ના સહકારથી સ્કૂલ બનાવેલ તેનો 15.મો વાર્ષિક ઉત્સવ અને સન્નમાન સમારોહ ઉના સ્વામિનારાયણ ગુરુકુલ  ના  સ્થાપક શાસ્ત્રી સ્વામી માધવદાસજી અને કરમદડી. ગીર આનંદ આશ્રમ ના મહંત શ્રી સિધ્ધરાજબાપુ એ દીપ પ્રગટાવી આશિવચન આપી પ્રારંભ કરાવેલ હતો આ કાર્યકમમાં મુખ્ય મહેમાનો તરીકે ઉનાના પોલીસ ઇન્સ્પેક્ટર એમ. યુ.મસી દિવના લેખક રમેશભાઈ રાવલ. ડો. સંજયભાઈ વાઢેર. ડો. અતિકભાઈ રવનના કંસારી ગામના સરપંચ ના પ્રતિનિધિ રામજીભાઈ ડાગોદર ઉના શહેર તાલુકાના આગેવાનો પ્રત્રકારો મોટી સંખ્યા માં હાજર રહ્યા હતા.
સંસ્થાનો પરિચય રમેશભાઈ રાવલે આપ્યો હતો અને આ કાર્યકમ માં ઉનાનાં અનિલભાઈ ગોપલાની એ મહીનાવો સુધી મનોદિવ્યાગ બાળકો ને તાલીમ આપી સોર્યરાસ નૃત્ય રજૂ કરેલ હતા લોકોએ આનંદ લીધો હતો આ સંસ્થાને તન. મન. ધન થી સેવાકરનાર ડો. લલિતભાઈ બારૈયા. રમેશભાઈ રાવલ. પ્રત્રકાર કનકભાઈ જાની. નવીનભાઈ  જોષી. આરતીબેન ઓઝા. અશ્વિનભાઈ દિવેચા. અનિલભાઈ ગોપલાની જેમીનભાઈ કનાડા સહિત 35 થી વધુ લોકો નું સ્મૂતી ચીંન આપી સન્માન કરવામાં આવ્યું હતું આ કાર્યકમ ને સફળ બનાવવા સંસ્થાના ટ્રસ્ટીઓ અને કાર્યકરો એ જહેમત ઉઠાવી હતી કાર્યકમ નું સંચાલન લલિતભાઈ બારૈયા એ કરેલ આભારવિધિ સંસ્થાના સંચાલક રામચંદ્રરાજેએ કરી હતી

IMG-20220413-WA0491.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *