Gujarat

ઉના તાલુકાના ગરાળ ગામે પ્રાથમિક શાળામાં માત્ર ત્રણ વર્ષમાં બોર્ડનું સારું પરિણામ આવતા શિક્ષકોની મહેનત રંગ લાવી

ગિરગઢડા તા 10
ભરત ગંગદેવ.
ગીર સોમનાથ જિલ્લા માં ફક્ત એકજ સરકારી શાળા ઉના તાલુકા ના ગરાળ ગામ માં H.S.C બોર્ડ નું ઝળહળતું પરિણામ આવેલ
ઉના પંથકમાં આવેલું ગરાળ ગામે આસ્થાનું કેન્દ્ર એટલે ત્યાં આવેલું અમરગીરી બાપુ આશ્રમ બાપુ ના આશીર્વાદ સદા આગામમાં રહે છે તેમાં સરકારી પ્રાથમિક શાળામાં ભણતા વિદ્યાર્થીઓ શાળા પર બાપુ નું પૂરતું ધ્યાન હોય છે અને જ્યારે આજે શ્રી અમર ગીરી બાપુના આશિર્વાદથી ગરાળ ગામે આવેલી સરકારી પ્રાથમિક શાળામાં ૨૦૧૮ થી કાર્યરત છે અને માત્ર ત્રણ વર્ષમાંબોર્ડનું ઉજ્વળ પરિણામ આવતા તેમનો સંપૂર્ણ શ્રેય તેને આચાર્ય સોનલબેન વાળા શિક્ષક સહાયક કિશનભાઇ સોસા અંગિરા બેન ગોહિલ તેમજ સ્ટાફનો માર્ગદર્શન હેઠળ અને સંત શ્રી અમરગીરી બાપુ ના આશીર્વાદથી સારું પરિણામ આવ્યું છે એક નજર પરિણામ પર જોઈએ તો રાઠોડ સંગીતા બા દિલીપસિંહ (૨) ક્રમે શિયાળ સચિન ધીરુભાઈ (3) ક્રમે ભાલીયા હાર્દિક ભાઈ બાબુભાઈ તેઓએ તાલુકાનું તેમજ ગામનું નામ રોશન કર્યું છે જ્યારે સોમનાથ જીલ્લા વાત કરીએ તો ૬૮.૧૧ ટકા સમગ્ર ગુજરાત બોર્ડનું પરિણામ ૬૫ .૧૮ ટકા ઉના તાલુકા નું પરિણામ ૫૦.૪૦ ટકા જ્યારે ઉના તાલુકામાં સરકારી પ્રાથમિક શાળા ગરાળ નું પરીણામ ૭૩ .૩૩ ટકા આવતા આજે શિક્ષકોની મહેનત અને સંત શ્રી અમરગીરી બાપુ ના આશીર્વાદ આ ગામમાં ફળ્યા છે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *