ઉના – વેરાવળ મુકામે મણીબેન કોટક હાઇસ્કુલમાં જીલ્લાકક્ષાનો યુવા ઉત્સવ ૨૦૨૨-૨૩ યોજાયો હતો. જેમાં હળવું કંઠય સંગીત સ્પર્ધા બ વિભાગનાં ઉનાના ઋષિ મહેશભાઇ જોશી પ્રથમ ક્રમે વિજેતા બની ઉના તાલુકા બ્રહ્મસમાજનું ગૌરવ વધારેલ હતું. એકપાત્રતા અભિનય અ વિભાગમાં તનીષા એલ. સોલંકી(અમોદ્રા) બ વિભાગમાં મૌલિકા ઝાલા (ઉના) પ્રથમ વિજેતા બન્યા હતા. તેમજ વકૃત્વ સ્પર્ધા અ વિભાગમાં વૈભવી પ્રવિણભાઇ ઝાલાવડીયા (ઉના), બ વિભાગમાં મૌલિવીકા ઝાલા, બીજાક્રમે તથા નિબંધ સ્પર્ધામાં અ વિભામાં હિનાબેન વિનુભાઇ જાદવ, પ્રથમ ચિત્રકલામાં બ વિભાગમાં રાહુલ જેન્તીભાઇ ચુડાસમા, પ્રથમ, વિભાગ લોકવાર્તામાં સાંખી અપેક્ષા દિનેશભાઇ, ભજનમાં ગૌતમ દિનેશભાઇ જોગડીયા ઉના વાળા વિજેતા બન્યા હતા. આ તમામ વિદ્યાર્થીઓએ ઉના તાલુકાનું ગૌરવ વધારેલ છે.


