ઉના શહેરમાં ગીરગઢડા રોડ ઉપર આવેલ બાયપાસ નજીક સીમ વાડી વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી દીપડો આંટાફેરા મારતો હોય જેથી આ વિસ્તારમાં રહેતા ખેડૂતોમાં ભયનો માહોલ ફેલાઈ ગયો હતો. જેથી આ બાબતે વન વિભાગને જાણ કરતા વન વિભાગએ દીપડાને પુરવા ખેતરમાં પાંજરૂ ગોઠવવામાં આવ્યુ હતું. અને મોડી રાત્રીના સમયે આ વિસ્તારમાં દિપડો આવતા પાંજરામાં રાખેલ શિકારની લાલચમાં દીપડો પાંજરામાં કેદ થઈ ગયો હતો
ઉના બાયપાસ પાસે રૂકસાનાબેન દાદુભાઇ જામરોઠની ખેતી વાડી વિસ્તારમાં છેલ્લા ચારેક દિવસથી દીપડાએ જાણે રહેણાંક બનાવી લીધું હોય તેમ અવાર નવાર આ વિસ્તારમાં આવી ચઢતા ખેડુતોમાં ભય ફેલાયો હતો. વન વિભાગને જાણ કરતા ખેતરમાં પાંજરૂ ગોઠવી દેવામાં આવેલ અને રાત્રિનાં સમયે દિપડો શિકારની લાલચે પાંજરામાં પુરાઇ ગયો હતો. જોકે દીપડો પાંજરામાં કેદ થતાં આ વિસ્તારના ખેડુતોએ રાહતનો શ્વાસ લીધો હતો.જોકે હજુ પણ આજુ બાજુના વિસ્તારમાં દિપડો હોવાનુ ખેડૂતોમાં થી જાણવા મળેલ હોય તેને પણ પાંજરે પુરવા માંગ ઉઠવા પામેલ છે.


