એક લાખ લોકોનો વિરોધ હોય એવા ઉદ્યોગ ન જોઈએ.
ઊના – જેમાં કચ્છના બાડા ગામ પાસે GHCL કંપની કરોડના ખર્ચે સોડા એશ પ્લાન્ટ ઉભો કરવા માંગે છે. આ એકમ પર્યાવરણ, દરિયાઈ પ્રાણી અને મનુષ્ય જીવનના આરોગ્ય માટે ખતરારૂપ સમાન છે. આ બાબતે ઉના વિપશ્યના સમિતિ દ્વારા આ અંગેની ૧૭/૧૦ ની લોક સુનવાણી રદ કરવાની માંગ સાથે રાજ્યના મુખ્ય સચિવને સંબોધી ઉના પ્રાંત અધિકારીને આવેદન આપવામાં આવેલ હતું.
લોકોની સાચી સુખાકારી કેમા સમાયેલી છે ? તેના માટે બાડા ગામને અડીને આવેલું‘ ધમ્મસિંધુ વિપશ્યના કેન્દ્ર છેલ્લા ૩૨ વર્ષોથી લોકો ખરા અર્થમાં પોતાના દુઃખો માથી મુક્ત થઈ જીવનમાં સાચી સુખાકારી કેમ આવેએ વિદ્યા શીખવી રહ્યું છે. આ વિપશ્યના ધ્યાન સાધના પૂર્ણતયા વૈજ્ઞાનિક, વ્યવહારુ અને સંપૂર્ણપણે બિન – સાંપ્રદાયીક છે. નાત જાતના કે અન્ય કોઈ પણ ભેદભાવ વગર નિશુલ્ક ચાલતી આ સંસ્થામા અત્યાર સુધી પુરા ભારતના જ નહીં , પણ વિશ્વના અનેક દેશોના ૧,૨૫,૦૦૦ જેટલા સાધક સાધીકાઓ અહીં ધ્યાન કરવા આવી ચૂક્યા છે. ઘણા તો ફરી ફરી લાંબા શિબિરો માટે આવતા રહે છે . આનું મુખ્ય કારણ છે. અહીંનું શાંત,પ્રદૂષણ રહિત ગંભીર તપોમય વાતાવરણ વિપશ્યના સ્થાયી કેન્દ્રો ભરતનભરમાં જ નહિ પરંતુ વિશ્વના અનેક દેશોમાં લોકોને દુઃખમુક્ત કરવાની વેજ્ઞાનિક સાધના પદ્ધતિ શીખવતા કેન્દ્રો છે જેનાથી સરકાર પણ સારી રીતે અવગત છે પૂર્વ રાષ્ટ્રપતિ પ્રતિભા પાટિલ તેમજ રામનાથ કોવિંદજી પણ શિબિરો કરી ચૂક્યા છે અને પોતાના વક્તવ્યમાં એના લાભ વિશે વાત કરી ચૂક્યા છે આવા અનેક મહાનુભાવો, બુદ્ધિજીવીઓ, અધિકારીઓ, ડોક્ટરો, વૈજ્ઞાનિકો, નેતાઓ, બીઝનેસમેનો વિપશ્યના સાધના ની શિબિરો થી લાભાન્વિત થઈ ચૂક્યા છે થઈ રહ્યા છે અને ભવિષયમાં માં પણ થતા રહેશે.
બાડાનું ધમ્મસિંધુ કેન્દ્ર,(તપોભૂમિ) ૩૨ વર્ષોમાં ખૂબ જહેમત પૂર્વક સાધકોને કોઈ પણ પ્રકારે અગવડ ન થાય તે રીતે અનેક સાધકોના અથાક પ્રયત્નો થી વિકસિત કરવામાં આવેલ છે ! પંદરેક કરોડના ખર્ચે વિવિધ સુવિધાઓ ઊભી થઈ છે . જેમાં ૨૫૦ જેટલા સાધકો ૧૦ દિવસના અને ૧૦૦ જેટલા સાધકો ૪૫ દિવસ સુધીની નિવાસીય ધ્યાન શિબિરો કરી શકે છે બાડા ગામનો શાંત , હરિયાળો , સૌમાડો , રમણીય દરિયા કિનારો , ગાયોના ધરાના રણકાર, ઢગલા બંધ મોર તેમજ અન્ય વિવિધ પક્ષીઓના ટહુકા આ બધા ધમ્મુ સિંધુ કેન્દ્રની આંતરરાષ્ટ્રીય ખ્યાતિના સહિયારા સાથી છે . બાડાના દરિયા કિનારે આવતા અલભ્ય વિશાળ દરિયાઈ કાચબા. અને સાથે વન્ય વિસ્તારમાં શેડ્યુલ -૧ ના પ્રાણીઓના રક્ષિત ક્ષેત્રોની રક્ષા માટે પોતે જ બનાવેલ કાયદાઓને સરકાર કેમ ભૂલી જાય છે ?! આવી વાસ્તવિકતાઓને નજરઅંદાજ કરીને આ વિસ્તારમાં આવા વાતાવરણમાં સરકાર વિનાશકારી ઉદ્યોગને મંજુરી આપી કેમ શકે !!! GHCL કંપનીએ પોતાના પ્રોજેક્ટ રિપોર્ટમાં અહીં થનાર નુકસાનની વિગતો છુપાવવા ઘણા પ્રયત્નો કર્યા છે . એમના વેરાવળ નજીકના સુત્રાપાડા યુનિટને પોલ્યુશન બોર્ડ ( GPCB ) એ ત્યાંના હવા અને પાણીમાં જોખમી હદે પ્રદૂષણ કરવા માટે પ્લાન્ટ બંધ કરવાની નોટિસો વખતો વખત આપી છે. એટલે આવી ઝેરી કેમિકલ કંપનીને બાડા અને આસપાસના વીસ ગામ લોકોના શારીરિક અને માનસિક શાંતિને જોખમમાં મૂકવી કેટલી હદે વ્યાજબી છે તેવા અનેક પ્રશ્નો અને રોષ આ વિસ્તારના લોકોમાં જોવાઈ રહ્યો છે જે સરકાર માટે પણ આત્મમંથનનો વિષય બની રહેલ છે સરકાર સંવેદનશીલ બની લોકહિત માટે ખરેખર યોગ્ય ઉદ્યોગનીતિ બનાવે અને આવા ઉદ્યોગોને દૂર અનુરુપ સ્થળે ખસેડે તે સમયની માંગ છે આશા છે સરકારમાં બેઠેલા નેતાઓ અને સક્ષમ અધિકારીઓ આ વિગતોની પૂરી નોંધ લઈને તા. ૧૭ઓક્ટો. ૨૨ ના થનાર પોલ્યુશન બોર્ડ સુનાવણીને અટકાવશે તેવી આશા સ્થાનિકો રાખી રહ્યા છે. ઘણા જાગૃત નાગરિકોએ ક્લેક્ટર( GPCB, ગુજરાત મુખ્યમંત્રી ભારતના વપ્રધાન વગેરેને આ અંગે રજૂઆતો કરી છે. ઉલ્લેખનીય છે કે દર વર્ષે જ્યાં હજારો લોકો સાધના -ધ્યાન કરવા આવે છે, ઉપરાંત સ્થાનિક લોકો વગેરેનાં આરોગ્ય સામે ખતરો થાય એવા એકમોને પરવાનગી આપવામાં આવશે. તો સુપ્રીમ કોર્ટ સુધી લડી લેવાની તૈયારી સ્થાનિકો કરી રહ્યા છે. સંવેદનશીલ સરકાર નાગરિકો પ્રત્યે સંવેદન રાખે એવી લોકો અપેક્ષા રાખી રહ્યાં છે…