Gujarat

ઉપલેટામાં દેવ દિવાળીની રાત્રે ભંગારના ગોડાઉનમાં આગ ભભૂકી, લાખોનો મુદ્દામાલ બળીને ખાખ

રાજકોટ
રાજકોટ જિલ્લાના ઉપલેટા શહેરના ભાદર રોડ પર આવેલ ભંગારના ગોડાઉનની અંદર દેવ દિવાળીની રાત્રે કોઈ કારણોસર અચાનક આગ લાગવાની ઘટના બની હતી જેમાં રાત્રિના બાદ આગ લાગવાની ઘટના સામે આવતા પ્રથમ આસપાસના વિસ્તારોના લોકોએ આગ બુઝવવા માટેનો પ્રયત્ન કર્યો હતો જેમાં આગ લાગવાની ઘટના અંગેની જાણ થતા જ તુરંત ઉપલેટા નગરપાલિકાની હાયર ટીમ ઘટના સ્થળ પર દોડી આવી હતી અને આગ પર કાબુ મેળવવાનો પ્રયત્ન કર્યો હતો જેમાં ગોડાઉનમાં રહેલ પૂઠ્ઠાઓ તેમજ પ્લાસ્ટિકમાં લાગેલ આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું ત્યારે વધુ આગ હોવાને કારણે ધોરાજી ફાયર ટીમની મોટી ગાડીની પણ મદદ લેવામાં આવી હતી. ઉપલેટામાં લાગેલી આ આગ અંગે ધોરાજી ફાયર ટીમની મદદ બોલવામાં આવતા ધોરાજી ફાયર ટીમ પણ ધોરાજીથી ઉપલેટા ઘટના સ્થળ પર તુરંત જ દોડી આવી હતી અને ઉપલેટા તેમજ ધોરાજી ફાયર ટીમ દ્વારા અને આસપાસના વિસ્તારોના લોકોની ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવાયો હતો જેમાં ભંગારના ગોડાઉનમાં રહેલા પુઠા અને પ્લાસ્ટિકમાં અચાનક લાગેલી આગ પર કાબુ મેળવવા માટે ઉપલેટા ફાયર ટીમના મીની બાઉઝરના પાણીનો મારો બે વખત બોલવામાં આવ્યો હતો જ્યારે ધોરાજીના મોટા બાઉઝરને એક વખત પાણીનો મારો ચલાવીને ત્રણ કલાકે સમગ્ર આગ પર કાબુ મેળવાયો હતો. ઉપલેટામાં ભંગારના ગોડાઉનમાં આગ લાગવાની આ ઘટનામાં સર્વપ્રથમ તો આસપાસના વિસ્તારોના લોકોએ પાણીનો મારો ચલાવ્યો હતો જેમાં પુઠ્ઠા તેમજ પ્લાસ્ટિકમાં લાગેલ આગે ધીમે-ધીમે વિશાળ સ્વરૂપ ધારણ કરતા ફાયર ટીમની મદદ બોલાવવામાં આવી હતી જેમાં ભંગારના ડેલાની અંદર રહેલા પુઠ્ઠા તેમજ પ્લાસ્ટિક કે તુરંત વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધો હતો ત્યારે બાદ લાગેલી આગ પર ત્રણ કલાકે કાબુ મેળવાયો હતો જેમાં આગની આ ઘટનામાં ફાયર ટીમ, ઉપલેટા પોલીસ તેમજ પીજીવીસીએલ સહિતનો સ્ટાફ પણ દોડી આવ્યો હતો ત્યારે ભંગારના ગોડાઉનમાં લાગેલી આ આગનું કારણ હજુ પણ અકબંધ છે. જાે કે આ આગની ઘટનામાં લાખો રૂપિયાનો મુદ્દામાલ બળીને ખાખ થઈ ગયો હોવાનું પ્રાથમિક અનુમાન સામે આવ્યું છે ત્યારે આ સાથે આગની બનેલ આ ઘટનામાં કોઈ પણ પ્રકારની જાન હની કે કોઈ વ્યક્તિને ઇજાઓ ન થઈ હોવાનું સામે આવતા તંત્ર એ પણ રાહતનો શ્વાસ લીધો હતો.

File-01-Page-25.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *