આણંદ
ઉમરેઠમાં રહેતી ૧૨ વર્ષિય સગીરાને બે દિવસ પહેલા કોઇ શખ્સ અપહરણ કરી નાસી ગયો હતો. આ અંગે પરિવારે પોલીસ ફરિયાદ નોંધાવાતા પોલીસે આગળની તપાસ હાથ ધરી છે. ઉમરેઠમાં રહેતી ૧૨ વર્ષની સગીરા ૧૧મી ઓગષ્ટના રોજ એકાએક ઘરેથી ગુમ થઇ ગઇ હતી. મોડી સાંજ સુધી ઘરે પરત ન ફરતાં પરિવારજનો ચિંતિત બની ગયાં હતાં. આસપાસમાં તપાસ કરતાં કોઇ અજાણ્યો શખ્સ તેને લલચાવી ફોસલાવી ભગાડી ગયો હોવાનું જાણવા મળ્યું હતું. જાેકે, આ શખ્સ કોણ છે તે બાબતે તેના પરિવારજનો જાણી શક્યા નહતાં. આથી, આ અંગે અજાણ્યા શખ્સ સામે ભગાડી ગયાની ફરિયાદ આપતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
