Gujarat

ઉમેદવારો માટે સરઘસ તથા સભા અંગેની પરવાનગી મેળવવા મતદાર વિભાગ વાર અધિકારીશ્રીઓની નિયુક્તિ કરતા જિલ્લા મેજીસ્ટ્રેટશ્રી ડો. સૌરભ પારઘી

આગામી વિધાનસભાની સામાન્ય ચૂંટણી-૨૦૨૨ દરમ્યાન ઉમેદવારો તરફથી સભાઓ યોજવા અને સરઘસો કાઢવાની પરવાનગીઓ ઉતાવળે માંગવામાં આવે તે સમયે પોલીસ અધિકારીઓ કોઈ ગુનાની તપાસમાં અથવા કાયદો અને વ્યવસ્થા જાળવવાની કામગીરીમાં રોકાયેલ હોય તેવા સમયે ઉમેદવારોને પરવાનગી મેળવવામાં સુગમતા રહે તેમજ આચાર સંહિતાનું યોગ્ય રીતે પાલન થાય તે હેતુથી ચૂંટણીના હેતુ માટે તેમજ તે સિવાયના અન્ય તમામ હેતુઓ માટે માંગવામાં આવતી પરવાનગીઓના સંદર્ભમાં સરઘસ કાઢવા, સભા ભરવાની પરવાનગી આપવાના અધિકારો જાહેરનામાંની તારીખથી શરૂ કરી ચૂંટણીની પ્રકિયા પુર્ણ થાય ત્યાં સુધી (તા.૧૦/૧૨/૨૦૨૨  સુધી) સભા સરઘસ નિયમોના નિયમ ૧ અને ૮ હેઠળ નીચે મુજબના અધિકારીશ્રીઓને આપવામાં આવે છે.

જે માટે જામનગર મહાનગરપાલિકા તથા શહેરના તમામ વિસ્તાર માટે સબ ડીવીઝનલ મેજિસ્ટ્રેટશ્રી, જામનગર શહેર, જિલ્લાના અન્ય વિસ્તાર માટે સંબંધકર્તા તાલુકા મામલતદાર અને એકઝીકયુટીવ મેજિસ્ટ્રેટ, જામનગર જિલ્લાના એકથી વધારે વિધાનસભા મતદાર વિભાગના વિસ્તાર માટે રાજકીય પક્ષ/ઉમેદવાર તરફથી મંજુરી માંગવામાં આવે તે કિસ્સામાં જન સંપર્ક અધિકારીશ્રી, કલેકટર કચેરી, જામનગર, ૭૮-જામનગર (ઉતર) વિધાનસભા મતદાર વિભાગના વિસ્તાર માટે મામલતદારશ્રી, જામનગર (શહેર), ૭૯-જામનગર (દક્ષિણ) વિધાનસભા મતદાર વિભાગ વિસ્તાર માટે મામલતદારશ્રી, પ્રોટોકોલ , કલેકટર કચેરી, જામનગરની જિલ્લા મેજીસ્ટ્રેટશ્રી ડો. સૌરભ પારઘી દ્વારા નિયુક્તિ કરવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *