Gujarat

ઊનાના અંજાર ગામ નજીક બે શખ્સોએ અગાઉનું મનદુઃખ રાખી લાકડી વડે હુમલો કરી ઇજા કરી..

ઊનાના અંજાર ગામ નજીક બે શખ્સોએ યુવાનને અગાઉનું મનદુઃખ રાખી લાકડી વડે હુમલો કરી ઇજા પહોચાડી અને જ્ઞાતિ પ્રત્યુ હડધુત કરતા પોલીસમાં ફરીયાદ નોધાવતા પોલીસે ધોરણસરની કાર્યવાહી હાથ ધરેલ.

આ અંગેની પ્રાપ્ત વિગત મુજબ દેલવાડા ગામે રહેતા શામજીભાઇ મસરીભાઇ બારૈયા અને તુલશીભાઇ મેર વચ્ચે આજથી આશરે એકાદ વર્ષ પહેલા બોલાચાલી થયેલ તેનું મનદુઃખ રાખી નિમીત તુલશીભાઇ મેર તેમજ કાના નાથા મજેઠીયા આ બન્ને શખ્સોએ અંજાર જવાના રોડ પાસે ચોકડીની આગળ નાળા પાસે શામજીભાઇને લાકડી વડે હુમલો કરી પાછળ વાસાના ભાગે ઇજા કરી જ્ઞાતિ વિરૂધ્ધ અપશબ્દો અને ભુંડી ગાળો બોલી આ વાત કોઇને કહીશ તો જાનથી મારી નાખવાની ધમકી આપી જ્ઞાતી પ્રત્યે અપમાનીત કરેલ હોય આ બાબતે શામજીભાઇ બારૈયાએ પોલીસમાં ફરીયાદ નોધાવતા પોલીસે બે શખ્સો વિરૂધ એટ્રોસીટી સહીતની કલમ હેઠળ ગુન્હો નોધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરેલ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *