વર્ષ ૨૦૧૭ માં મંજુર થયેલા ૫૯ માંથી આજ સુધીમાં માત્ર ૩ આવાસના મકાનોની ફાળવણી થઇ..
ઊનાના ઉમેજ ગામે કાચા અને જર્જરીત મકાનો ધરાવતા લાભાર્થીઓના પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ ગ્રામ પંચાયત દ્રારા મંજુર થયેલ હોવા છતાં આજ સુધી આવાસના મકાનો સરકાર માંથી ફાળવવામાં ન આવતા લાભાર્થીઓ દ્રારા તાલુકા વિકાસ અધિકારીને લેખિત રજુઆત કરી સરકાર માંથી તાત્કાલીક મકાનની ફાળવણી કરવા માંગણી કરી હતી.
ઉમેજ ગામમાં વર્ષ ૨૦૧૭માં આવાસ યોજના હેઠળ ગ્રામ પંચાયત દ્રારા કાચા અને જર્જરીત હાલતમાં ૫૯ જેટલા મકાનો મંજુર થયેલ હોય તેવા લાચાર્થીઓના નામ એસ સી સી ડેટામાં સામેલ હોવા છતાં આજદિન સુધી ઉમેજ ગામે કાચા અને જર્જરીત થયેલા મકાનોની ફાળવણી કરવામાં આવેલ નથી. તા.૧૭ મે. ૨૦૨૧ માં આવેલ તાઉતે વાવાઝોડામાં આવા મકાનોમાં મોટાપાયે નુકશાન થયેલ અને રહેવા લાયક મકાનો રહ્યાં નથી. તેમ છતાં લાભાર્થીઓને તાલુકા પંચાયત કચેરી દ્રારા ઉમેજ ગામના ૫૯ જેટલા મંજુર થઇ ગયેલ મકાનોની ફાળવણી થયેલ નથી. આથી આવાસ યોજના હેઠળ આવા લાભાર્થીનોના પંચાયતમાં મંજુર થયેલા અને એસ સી સી ડેટામાં નામ હોવા છતાં પાંચ વર્ષ વિતી ગયેલ તેમ છતાં ન ફાળવાતા આ બાબતે ઉમેજ ગામના મનુભાઇ નાનજીભાઇ, રફીકભાઇ કાળુભાઇ, શિવલાલ પરમાર, સતુભાઇ, ઇસ્માઇલભાઇ વલીભાઇ સહીતના લોકોએ તાલુકા વિકાસ અધિકારીને લેખિત રજુઆત કરી તાત્કાલીક મકાનોની ફાળવણી કરવા માંગણી કરેલ છે.
બોક્ષ્ – આ બાબતે તાલુકા પંચાયતના વિસ્તરણ અધિકારી વિભાગમાંથી જાણવા મળતી વિગત મુજબ ઉમેજ ગામે આવાસ યોજના હેઠળ ૫૯ માંથી વર્ષ ૨૦૨૦/૨૧/૨૨ માં માત્ર ૩ મકાનોની ફાળવેલ હોય આ સીવાયના ૫૬ લાભાર્થીઓના એસ સી સી ડેટામાં નામ સામે છે. પરંતુ સરકાર માંથી સમાયંતરે જે મકાનની તાલુકામાં ફાળવણી કરવામાં આવેશે ત્યારે આવા લાભાર્થીઓને આવાસ યોજનાના મકાનોનો લાભ મળી રહેશે. જોકે સરકાર દ્રારા આવાસ યોજના હેઠળ વધુમાં વધુ લાભાર્થીનોને તાત્કાલીક મકાનો ફાળવણી કરવામાં આવે તેવી ઉમેજ ગામના લાભાર્થીઓની માંગણી કરેલ છે.
