ઊના તાલુકાની શાળાઓમાં યોજાયેલ ગણિત વિજ્ઞાન પર્યાવરણ પ્રદર્શનની 2022/23 ની બ્લોક કક્ષાની સ્પર્ધામાં ઉમેજ ગામની પ્રાથમિક શાળાના બાળ વિજ્ઞાનીકોએ ભાગ લીધો હતો. જેમાં વિધાર્ધીઓએ બનાવેલ કૃતિ વાયરલેસ પાવર ટ્રાન્સફરની કૃતિનું પ્રદર્શન મોડલ સ્કૂલ ખાપટ ગામે કરેલ હતું. જેમાં કૃતિ રજુ કરનાર બાળ વેજ્ઞાનીકો ધો.૮ માં અભ્યાસ કરતા જયપાલસિંહ મનસુખભા ગોહિલ તેમજ હર્ષિતસિંહ ચાવડા બંને ઊના તાલુકાની તમામ શાળાની કૃતિમાં પ્રથમ નંબર પ્રાપ્ત કર્યો. આ બાળ વૈજ્ઞાનિકોના માર્ગદર્શક શિક્ષક મહેશભાઈ ચાવડાના માર્ગદર્શન હેઠળ ઉમેજ પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ એ ઉમેજ પ્રા. શાળાને તાલુકામાં પ્રથમ નંબર પ્રાપ્ત કરતા શાળાનું નામ રોશન કર્યું હતું..


