ઊનાના એલમપુરના ગામની સોદરીયા સીમ નામે ઓળખાતી ખેતીની જમીન ખાતા નં.૬૭૬ ના સર્વે નં.૬૬૮ની નવ વિધા જમીન પૂર્વજો વખતથી ચીનાભાઇ ભગવાનભાઇ શીંગડના કબ્જે ભોગવટે આવેલ અને આ જમીનમાં ચીનાભાઇએ આશરે ૩૦ વર્ષ પહેલા બનાવેલ મકાનમાં વારસો બાલુભાઇ ચીનાભાઇ શીંગડ, શાન્તુબેન બાલુભાઇ શીંગડ, છગનભાઇ ચીનાભાઇ શીંગડ, સોનાબેન છગનભાઇ શીંગડ, ભરતભાઇ ચીનાભાઇ શીંગડ તેમજ કરશનભાઇ ચીનાભાઇ શીંગડ આ તમામ તેના કુટુંબ પરીવાર સાથે જમીનમાં બનાવેલ મકાનમાં રહેતા આવેલ છે. અને જમીન તેના પરાપૂર્વજોથી કબ્જે ભોગવટે આવેલ તેમ છતાં તમામ ઉનાના આનંદ વાટીકા ચોક વિસ્તારમાં રહેતા નિવૃત પોલીસ કર્મી હાકેમસિંહ મંગળસિંહ સોલંકીએ જમીનમાં બિનકાયદેસર કબ્જો જમાવતા હોવાની ગીરસોમનાથ જીલ્લા કલેક્ટરને રજુઆત કરી હતી. અને આ જમીનમાં લેન્ડ ગ્રેબીંગના કાયદા મુજબ ઉના પોલીસમાં ગુન્હો નોધવામાં આવતા પોલીસે આરોપીઓ છગનભાઇ ચીનાભાઇ શીંગડ, સોનલબેન ઉર્ફે સોનાબેન છગનભાઇ શીંગડ સહીતની ઉના પોલીસે અટક કરેલ જે આરોપીની નામ. વેરાવળના ચોથા એડી.ડિસ્ટ્રીક્ટ એન્ડ સેસન્શ જજની કોર્ટમાં આરોપીઓ તર્ફે ઉનાના વકીલ એન આર કિડેચા, જીતેન્દ્ર આર કોટડીયા તેમજ વી એસ ડામોર દ્રારા આરોપીઓની જામીન અરજી રજુ કરતા જામીન અરજીને ધ્યાને રાખી વકીલે ધારદાર દલીલો અને રજુઆતોને ધ્યાને રાખી નામ.કોર્ટે આ ગુન્હાના આરોપીઓને જમીન ઉપર મુક્ત કરતો હુકમ કરેલ છે.
