Gujarat

ઊનાના કાણકબરડાના પાટીયા પાસેથી પસાર થતો ભાવનગર હાઇવે અતિ બિસ્માર

રસ્તા પર માટીથી ખાડા બુરીયા અને માથે પાણીનો છટકાવ થતા લોકો લપ્સતા અકસ્માત સર્જાય છે.

ઊનાના કાણકબરડાની હદથી રામેશ્વરના પાટીયા સુધી ભાવનગર હાઇવેની હાલત અતિ ખરાબ થઇ રહી છે. અને રસ્તા પરથી પસાર થતા વાહન ચાલકોને ખાડા અને ધુળનો સામનો કરવો પડી રહ્યો છે. હાઇવે દ્રારા બિસ્માર રસ્તા પર પડેલા ખાડામાં માટી નાખી ખાડા કરવામાં આવેલ જેથી ધુળની ડમરીઓ ઉડતી હોવાના કારણે  તેમના પર ટેન્કર દ્રારા પાણીનો છંટકાવ કરવામાં આવે છે. અને ત્યાર બાદ આ હાઇવે પરથી પસાર થતા લોકોના વાહન બાઇક ચાલકો સ્લીપ થતી હોવાના કારણે અકસ્માતનો ભોગ બની રહ્યા છે. અને રોજીંદા અકસ્માતની ઘટનાથી લોકોને નાની મોટી ઇજાઓ પણ થાય છે. આમ છેલ્લા બે વર્ષથી રોજના હજારો વાહન ચાલકો હેરાન પરેશાન થઇ રહ્યા છે. તેમ છતાં તંત્રના પેટનું પાણીય હલતુ ન હોય તેમ કોઇનો ભોગ લેવાશે ત્યારે તંત્ર જાગશે તેવા અનેક પ્રશ્નો ઉઠવા પામેલ છે. હાઇવે રસ્તા પરથી તંત્રના અધિકારીઓ પણ પસાર થતા હોવા છતાં આ અતિ બિસ્માર રસ્તાને ડામરથી મઢવામાં આવતો નથી. અવાર નવાર હાઇવે દ્રારા રસ્તા પરના ખાડામાં માટી નાખી તેના પર પાણી છટકાવ કરતા લોકોની મુશ્કેલી વધુ રહ્યા છે.

-પાટીયા-પાસેથી-પસાર-થતો-ભાવનગર-હાઇવે-અતિ-બિસ્માર-હાલાકી.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *