Gujarat

ઊનાના ગાંગડા ગામે હાઇવે રોડ ઉપર પોલીસ સ્ટેશનનું બિલ્ડીંગ પોલીસ રેસિન્ડન્ટ ક્વાટર ફાળવવા માંગ..

ઊનાના સનખડા ઓ.પી. ગાંગડા ગામે હાઇવે રોડ ઉપર કાર્યરત હોય તેની બાજુમાં પોલીસ હેડમાં આગળની ગ્રામ પંચાયત ફાળવેલ જમીન ખુલી પડી છે. હાઇવે રોડ ઉપર કાર્યરત હોવાથી લોકોને ઘણો ફાયદા થતો હોય આ વિસ્તારમા સજ્જન વેપારી, ખેડૂત મજુર વર્ગ સહીત નિર્ભયતાથી અવર જવર કરી શકે અને રોડ પરથી અસામાજીક પ્રવૃતિ કરતા અટક આથી ગાંગડા ગામે હાઇવે રોડ ઉપર પોલીસ સ્ટેશનનું બિલ્ડીંગ પોલીસ રેસિન્ડન્ટ ક્વાટર ફાળવવા માંગ કરી હતી..

સનખડા ગામમાં અગાઉ ઓ.પી.કાર્યરત હતી. ત્યારે ૨૬ ગામ માંથી ૨૩ લોકોને મુશ્કેલી પડતી હતી. અને હાઇવેથી ૪ કિ.મી. અજરદારોને જવા આવવા મુશ્કેલી પડતી હતી. પરંતુ હાઇવે રોડ પર કાર્યરતથી તમામ ગામડાની મધ્યએ હોવાથી લોકોને સરળ રહે છે. અને ગુન્હા વાળી જગ્યાએ પોલીસ ઝડપથી પહોચી શકે તેમ અરજદારો પણ જરૂર જણાતા તાત્કાલીક પોલીસ સ્ટેશનને પહોચી શકે જેથી ગુનાનું પ્રમાણ ઘટે છે. ગાંગડા ગામે જે ઓ.પી.કાર્યરત છે ત્યાં પોલીસ સ્ટેશનનું બિલ્ડીંગ અને પોલીસ ક્વાટર ફાળવવામાં આવે જેથી અસામાજીક પ્રવૃતિ કરતા શખ્સોને અટકાવી શકાય. આથી ગાંગડા પોલીસ સ્ટેશનનું બિલ્ડીંગ, પોલીસના રેસીડન્ટ ક્વાટર ફાળવવામાં આવે તેવી ઉંટવાળાના પૂર્વ સરપંચ મુળુભાઇ સાંખટે ગૃહમંત્રીને લેખિત રજુઆત કરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *