Gujarat

ઊનાના ગાંગડા ગ્રા.પં. સરપંચે પોતાના સ્વખર્ચે સ્ટ્રીટ લાઇટ તથા પેવર બ્લોક ફીટ કર્યા…

ઊનાના ગાંગડા ગ્રામ પંચાયતના સરપંચે પોતાના સ્વખર્ચે ગામના વિકાસના કામો કરવામાં આવેલ. જેમાં ગામના વિવિધ શહેરી
વિસ્તારમાં સ્ટ્રીટ લાઇટો તેમજ પેવર બ્લોક ફીક કરતા ગામ લોકોમાં ખુશીની લાગણી ફેલાયેલ હતી. ગાંગડા ગ્રામ પંચાયતના સરપંચ
ગજરાબા નાનુભા ગોહીલ તેમજ ગ્રામ પંચાયતના સદસ્યો દ્રારા ગાંગડા ગામની બજારમાં તેમજ સનખડા ગામ તરફ જતો મુખ્ય
રસ્તા પર રૂ. ૫૨ હજારના સ્વખર્ચે સ્ટ્રીટ લાઇટ ફિટ કરાવવામાં આવી હતી. તેમજ ગામમાં આવેલ ગાગડીયા બાપાના મંદિરથી મુખ્ય
રોડ સુધી રૂ. ૨૦ હજારના સ્વખર્ચે પેવર બ્લોક ફિટ કરવામાં આવ્યા હતા. આમ ગામના વિકાસ માટેના કુલ રૂ.૭૨ હજારના સ્વખર્ચે
કામ કરેલ હોય આથી ગામ લોકોની સમસ્યા હલ થશે. અને લોકોને પુરતી સુવિધા મળી રહેતા ગામના લોકોએ મહીલા સરપંચની
કામગીરીથી ખુશીનો માહોલ છવાયો હતો.

.પં.-સરપંચે-પોતાના-સ્વખર્ચે-સ્ટ્રીટ-લાઇટ-તથા-પેવર-બ્લોક-ફીટ-કર્યા....jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *