Gujarat

ઊનાના ગાંગડા નજીક હાઇવે પર કાર ચાલકે બાઇકને હડફેટે લેતા પતિની નજર સામે પત્નિનું મોત…

પસવાડા ગામેથી પરત ગાંગડા ગામે ઘરે જતાં હતા ત્યારે પાછળથી કાર ચાલકે હડફેટે લેતા અકસ્માત સર્જાયો..

ઊના – ઊના ભાવનગર હાઇવે પર છાશવારે અકસ્માતની ઘટના અવાર નવાર બનતી હોય તેમ ગાંગડા ગામ નજીક હાઇવે પર બાઇક ચાલકને પાછળથી કાર ચાલકે હડફેટે લેતા બાઇક પર સવાર પતિની નજર સામે પત્નિનું ઘટના સ્થળે મોત નિપજતા અરેરાટી વ્યાપી ગયેલ હતી. કાર ચાલક અકસ્માત સર્જી નાશી છુટ્યો હતો.

આ અંગેની પ્રાપ્ત વિગત મુજબ ઘુધાભાઇ પુંજાભાઇ ખસીયા તેમજ તેમની પત્નિ નાનુબેન ઘુઘાભાઇ ખસીયા બન્ને પોતાની બાઇક નં. જીજે. ૩૨ પી ૧૧૦૩ પર પસવાડા ગામે કુંટુંબ પરીવારમાં મરણ થયેલ હોય ત્યા બેસણામાં ગયેલ અને ત્યાંથી પરત સવારે ઘરે ગાંગડા ગામે જતાં હતા. ત્યારે ગાંગડા ગામ નજીક આવેલ હોટલ સામે હાઇવે પર પાછળથી પુરપાટ ઝડપી આવતો કાર નં.જીજે. ૦૫ આર એલ ૬૧૬૬ નો ચાલકે બાઇકને હડફેટે લેતા ઘડાકાભેર બાઇક સાથે બન્ને પતિ-પત્નિ રસ્તા પર ફંગોળાઇ ગયેલ હતા. જેમાં નાનુબેન ખસીયાને માથાના ભાગે ગંભીર ઇજા થતાં તેમનું ઘટના સ્થળજ પતિની નજર સામે પત્નિનું મોત નિપજતા અરેરાટી વ્યાપી ગયેલ. જ્યારે પતિ ઘુઘાભાઇને પગમાં ફેક્ચર તેમજ માથાના ભાગે ગંભીર ઇજા થઇ હતી. જ્યારે અજાણ્યો કાર ચાલક અકસ્માત કરી કાર ઘટના સ્થળે મુકી નાશી ગયેલ હતો. આ અંગે ઇજાગ્રસ્ત ઘુઘાભાઇ ખસીયાએ અજાણ્યા કાર ચાલક વિરૂધ્ધ પોલીસમાં ફરીયાદ નોધાવતા પોલીસે કાર ચાલકને પકડી પાડવા ચક્રગતિમાન કરેલ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *