Gujarat

ઊનાના ગાંગડા હાઇવેના પુલ ઉપર રસ્તાની સાઇડોમાં કટ તેમજ લેવલીંગ વગર કામ અધુરૂ મુકી રસ્તો ખુલ્લો કરી દેતા અકસ્માતનો ભય…

ઊના ભાવનગર ફોરટેક હાઇવે રસ્તા પર આવેલ ગાંગડા ગામ પાસે નવો પુલ બનાવવામાં આવ્યો છે. પરંતુ આ પુલ ઉપર રસ્તાની વચ્ચે તેમજ બન્ને સાઇડોમાં કામગીરી પૂર્ણ ન કરતા અને અધુરૂ છોડી મુકી દેતા રસ્તાની સાઇડોમાં કટ હોવાના કારણે વાહન ચાલકોને અકસ્માતનો ભય સતાવી રહ્યો છે. નેશનલ હાઇવે ઓથોરીટી દ્રારા આ રસ્તાને ખુલ્લો મુકી દેતા મુખ્ય હાઇવે પર હજારોની સંખ્યામાં પસાર થતા વાહન ચાલકોને અકસ્માત સર્જાવાની ભીતી સેવાય રહી છે. ત્યારે આ પુલ પર હાઇવે દ્રારા સાઇડોને બુરવા તેમજ રસ્તા વચ્ચે ધીંગરાને રસ્તાના લેવલ મુજબ વ્યવસ્થિત કરી વાહન અકસ્માત ન થાય તેને ધ્યાને રાખી તાત્કાલીક કામગીરી કરવા વાહન ચાલકોની માંગણી ઉઠવા પામેલ છે.

-પુલ-ઉપર-રસ્તાની-સાઇડોમાં-કટ-તેમજ-લેવલીંગ-2.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *