ઊના – કેન્દ્ર શાસીત પ્રદેશ દિવથી દારૂની હેરાફેરી દિનપ્રતિદીન વધતી જતી હોય તેમ ઊનાના નાલીયા માંડવી ગામ નજીક દિવથી આવતી કારને પોલીસે રોકાવી તલાસી લેતા કાર માંથી વિદેશી દારૂની બોટલના જથ્થા સાથે એક શખ્સને ઝડપી પાડી બે શખ્સો વિરૂધ પોલીસે ધોરણસરની કાર્યવાહી હાથ ધરેલ છે. આ અંગેની પ્રાપ્ત વિગત મુજબ જેન્તી રામભાઇ ડાભી રહે. ઝાંખરવાળા તે દિવથી કાર નં.જીજે.૧૫ એડી ૦૦૭૨ માં દારૂ લઇ દેલવાડા તરફ આવતો હોવાની બાતમી આધારે પોલીસે નાલીયા માંડવી ગામ નજીક વોચ ગોઠવી કારની તલાસી લેતા કાર માંથી વિદેશી દારૂની જુદી જુદી બોટલો નં.૪૬૮ , મોબાઇલ, કાર સહીત કુલ કિ.રૂ. ૧.૩૯ લાખથી વધુના મુદામાલ સાથે એક શખ્સને ઝડપી પાડેલ આ અંગે પોલીસે પુછપરછ કરતા પ્રતિક જીણા ડોડીયા રહે. ઝાખરવાડાએ આ દારૂનો જથ્થો આપ્યો હોવાનું ખુલતા આ શખ્સને પકડી પાડવા પોલીસે ચક્રગતિમાન કરેલ પોલીસે બન્ને શખ્સો વિરૂધ્ધ ફરીયાદ નોધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરેલ છે.