Gujarat

ઊનાના પસવાડા ગામે શખ્સે તળાવ માંથી માટી કાઢવા રૂ.૩૦ હજાર માંગી ધમકી આપી..

પંચાયત સિંચાઇ પેટા વિભાગ હસ્તકના તળાવ માંથી સુજલામ સુફલામ ૨૦૨૨ અંતર્ગત સ્વખર્ચે માટી લેવાની મંજુરી લીધી હતી.

૧૦ દિવસ માટી કાઢવાની મંજુરી હોવા છતાં અટકાયત કરી જાનથી મારી નાખવાની ધમકી આપી..

 

ઊનાના પસવાડા ગામે આવેલ પંચાયત સિંચાઇ પેટા વિભાગ હસ્તકના તળાવ માંથી સુજલામ સુફલામ ૨૦૨૨ અંતર્ગત સ્વખર્ચે માટી લેવાની મંજુરી રાજુભાઇ લાખાભાઇ જાદવ રહે. સનખડા નામે મંજુરી લીધેલ હોય અને આ મંજુરી મુજબ તળાવ માંથી કાયદેસર જેસીબીની મદદથી માટી કાઢી ટ્રેક્ટર મારફત ગાંગડા ગામની સ.નં. ૩૬૯/૧/પૈકી ૩ની જમીનમાં સુધારવા માટે માટી નાખવામાં આવે છે. જેની મંજુરી તા.૧૧ થી તા.૨૦ માર્ચ ૨૦૨૨ સુધી દશ દિવસની હોય ગત તા.૧૯ માર્ચ ૨૦૨૨ ના સવારના ૧૦ વાગ્યાના સમયે તળાવ માંથી જેસીબી મારફતે માટી કાઢતા હોય ત્યારે પસવાળા ગામના જેમભાઇ કાળુભાઇ બાંભણીયા ત્યા આવી પહોચેલ અને જેમફાવે તેમ ગાળો કાઢી અને કહેલ કે જેસીબી મશીન બંધ કરી દયો તમારે માટી કાઢવી હોય તો મને રૂ. ૩૦ હજાર ખંડણીના આપવા પડેશે નહીંતર માટી કાઢવા તળાવમાં આવશો તો જાનથી મારી નાખીશ તેવી ધમકી આપી હતી. આ બાબતની સમગ્ર ઘટનાની જાણ રાજુભાઇ જાદવને કરી અને આ અંગે જેમભાઇ કાળુભાઇ બાંભણીયા રહે. પસવાળા વિરૂધ હરસિંહ મનુભાઇ ગોહીલે ઉના પોલીસમાં લેખિત રજુઆત કરી આ શખ્સ સામે તાત્કાલીક ધોરણે પગલા લઇ કાર્યવાહી કરવામાં આવે તેવી માંગણી કરેલ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *