ઊનાના રામેશ્વર ગામે રામનાથ મહાદેવના સાનિધ્યમાં ગુરૂદેવ તિર્થપુરીજી મહારાજની સપ્તમ પુણ્યતિથીની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં સાધુ સંતોએ હાજરી આપેલ હતી. આ પુણ્યતિથી નિમીતે મહાપ્રસાદ ધજા, સમાધી પુજન સંતવાણી જેવા કાર્યક્રમ યોજાયેલ હતા. અને હજારોની સંખ્યામાં ભાવીકોએ પ્રસાદીનો લાભ લીધો હતો. રામનાથ જગ્યાના મહંત જગદિશપુરીબાપુએ સર્વે ભક્તોને આર્શીવાદ આપ્યા હતા. ભક્તોએ આર્શીવાદ લઇને ધન્યતા અનુભવી હતી..
