Gujarat

ઊનાના રાવણા વાડીમાં સુરત થી ઉના આવેલ ખાનગી ટ્રાવેલ્સમાં યુવાનનો મૃતદેહ મળી આવ્યો..

સુરત થી યુવાનો બેસી દુધાળા ઉતરવાનું હોય બસ ઉના પાર્કીગ કરી સફાઇ કરતા કંડક્ટરને મૃતદેહ જોવા મળ્યો.

ઊના ત્રિકોણ બાગ નજીક રાવણા વાડીમાં પાર્કીગની જગ્યામાં સુરત થી ઉના આવેલ ખાનગી બસ ટ્રાવેલ્સમાં દુધાળા ગામના યુવાનનો મૃતદેહ મળી આવતા બસના સંચાલક દ્રારા સરકારી હોસ્પીટલે પી એમ અર્થે ખસેડવામાં આવેલ પોલીસે આગળની વધુ તપાસ હાથ ધરેલ છે.

સુરત થી સંત કૃપા નામની ખાનગી બસ નં.જીજે. ૦૩ એઝેડ ૮૧૦૨ માં સુરત થી ઉના આવતી ટ્રાવેલ્સ બસમાં વિશાલ એભાભાઈ પરમાર ઉ.વ.૧૭ રહે. દુધાળા તા. જાફરાબાદ જી.અમરેલીનો યુવાન બેસીને આવતો હોય તેને દુધાળા ખાતે ઉતરવાનું હોય પરંતુ ટ્રાવેલ્સ બસ ઉના પહોચી ગયેલ અને ઉના રાવણા વાડીમાં પાર્કીગ કરેલ હતી. અને બસના કંડક્ટરે બસની અંદર સફાઇ કરતા અચાનક આ યુવાનનો મૃતદેહ મળી આવતા તાત્કાલીક પોલીસને જાણ કરી હતી. અને આ મૃતદેહને છકડો રીક્ષામાં ઉના સરકારી હોસ્પીટલે પી એમ અર્થે ખસેડાયેલ અને પોલીસે મૃતકની ઓળખ કરી તેમના પરીવારજનોને જાણ કરી હતી. આ યુવાનના મોતનું કારણે હાલ જાણવા મળેલ નથી. મૃતદેહને પી એમ અર્થે સરકારી હોસ્પીટલે ખસેડવામાં આવેલ છે. આ અંગે પોલીસ આગળની વધુ તપાસ હાથ ધરેલ છે.

 

-બાગ-નજીક-રાવણા-વાડીમાં-સુરત-થી-ઉના-આવેલ-ખાનગી-ટ્રાવેલ્સમાં-યુવાનનો-મૃતદેહ-મળી-આવ્યો-1.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *