Gujarat

ઊનાના સનખડામાં હડકાયા શિયાળએ બે યુવાનને બચકા ભર્યા હાથ પગમાં ઇજા કરી..

ઊના – ઊનાના સનખડા ગામે માલણ વાડી વિસ્તારમાં રહેતા એક વન્યપ્રાણી શિયાળને હડકવું ઉપડતા રસ્તા પર નિકળતા જે કોઇ વ્યકતિ પર હુમલો કરી બચકા ભરી ગંભીર ઇજા કરતા લોકોમાં ભાગદોડ મચી ગયેલ હતી. માલણ નદી નજીકની વાડી વિસ્તારમાં રહેતા વનરાજસિંહ માનસિંહ ગોહીલ, તેમજ મહેશભાઈ જીતુભાઈ ગોહિલ સવારના દશ વાગ્યાની આસપાસ પોતાની વાડીએ હતા. ત્યારે અચાનક શિયાળને હડવુ ઉપડતા વનરાજસિંહ તેમજ મહેશભાઇ બંને યુવાનોને એક પછી એકને શિયાળે હુમલો કરી દીધેલ હતો. અને ત્યાર બાદ હડકાયુ શિયાળ ઇજા કરી નાશી છુટેલ હતું. આ હુમલામાં યુવાનના હાથમાં બચકા ભરી લેતા લોહીલોહાણ હાલતમાં કરી દીધેલ અને વાડી વિસ્તારમાં રહેતા ખેડૂતોમાં ભાગદોડ મચી જવા પામેલ હતી. અને આ બનાવ અંગે આ વિસ્તારના લોકોએ વનવિભાગને જાણ કરતા વનવિભાગની ટીમ ઘટના સ્થળે દોડી ગયેલ અને હડકાયા શિયાળીયાની શોધખોળ હાથ ધરવામાં આવેલ હોવાનું વનવિભાગ દ્રારા જાણવા મળેલ છે.

 

બોક્ષ્ – સનખડા પ્રા.આરોગ્ય કેન્દ્રમાં ઇન્જેક્શન ન મળતા ઇજાગ્રસ્તને ઉના ધક્કો..

સનખડા માલણ વિસ્તારમાં હડકાયા શિયાળે બન્ને યુવાનોને હાથ અને પગના ભાગે ઇજા કરતા બન્ને યુવાનોને સારવાર અર્થે સનખડા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડવામાં આવેલ ત્યાં હડકવાના ઈન્જેક્શન ન મળતા લોહીલોહાણ હાલતમાં તાત્કાલીક ખાનગી વાહનમાં ઊના ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા.

-હડાયા-શિયાળએ-બે-યુવાનને-બચકા-ભરી-ઇજા-કરી-1.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *