ઊનાના સનખડા ગામે આવેલ રાવલ નદી કાંઠે બદાવડા વાડી વિસ્તારમાં અમરાભાઇ બચુભાઇ ગોહીલની વાડીમાં ૧૦ ફુટનો અજગર આવી ચઢતા ખેડૂતોમાં ભયનો માહોલ ફેલાઇ ગયો હતો. ખેડૂત પોતાની વાડીમાં જવાર વાઢવાનું કામ કરતા હતા. ત્યારે અચાનકજ ૧૦ ફુટ લંબાઇ ધરાવતો અજગર નજરે ચઢતા આ અંગે વનવિભાગને જાણ કરતા રેસ્ક્યુ ટીમ સ્થળ પર દોડી જઇ મહાકાય અજગરનું મહામુસીબતે રેસક્યુ કરી પ્લાસ્ટીકના કોથડામાં સલામત રીતે પકડી જંગલમાં મુક્ત કરવામાં આવેલ હતો. આ અજગરનું રેસ્ક્યુ કરાતા ખેડૂતોએ હાસકારો અનુભવ્યો હતો.


