ઊનાના સનખડા ગામે લુણસાપુરીયા દાદાના સાનિધ્યમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ ગામ ધુવાડો બંધ રાખીને બપોરે ખીચડી પ્રસાદીનું ભવ્ય આયોજના કરવામાં આવ્યુ હતું. આ ધાર્મિક કાર્યક્રમમાં ગામના આગેવાનો અને યુવાનો દ્રારા જહેમત ઉઠાવી સેવા પુરી પાડેલ હતી. આ પ્રસંગે ગામના તેમન આજુબાજુના ગામના લોકોએ પ્રસાદીનો લાભ લઇ ધન્યતા અનુભવી હતી.


