ઊના – ઊનાના સામતેર પ્રા.આરોગ્ય કેન્દ્રમાં છેલ્લા એક માસથી એમ બી બી એસ તબિબ ના અભાવે ૧૬ ગામના લોકો દર્દીઓ તેમજ ડિલેવરી માટે મહીલાઓને વધુ ખર્ચ કરીને ખાનગી હોસ્પીટલે જવું પડે છે. પ્રા.આરોગ્ય કેન્દ્રમાં રોજની ૫૦ થી ૧૦૦ ઓપીડી થતી હોય છે. અને હાલમાં ઋતુફેરના કારણે શર્દી, ઉધરસ, અને વધારે તાપમાનના કારણે કોલેરા જેવા વાયરલ પણ આ વિસ્તારમાં વધુ જોવા મળી રહ્યા છે. અને આ વિસ્તારના આજુબાજુના ગામો માંથી આવતા લોકો દર્દીઓ હોસ્પીટલમાં તપાસ અર્થે આવે છે. ત્યારે હોસ્પીટલમાં તબિબ ન હોવાથી દર્દીની સારવાર તપાસ થઇ શક્તી નથી. અને દર્દીઓને હાલ પુરતી દવા ફાર્મસીસ આપી દેઇ છે. અને રોજ પાંચથી સાત મહીલાઓની ડિલેવરી પણ થતી હોય જોકે પ્રા.આરોગ્ય કેન્દ્ર હેઠળ ૧૬ ગામ આવેલ હોય જેથી આજુબાજુના ગામના લોકો તપાસ માટે આવે ત્યારે ધરમના ધક્કા ખાવાનો વખત આવતો હોય છે. અને આરોગ્ય કેન્દ્રમાં નર્સીગ સ્ટાફની બદલી થયા બાદ બીજા કોઇ નવો સ્ટાફ મુકવામાં આવતો નથી. જેના કારણે દર્દીઓ હેરાન પરેશાન થઇ રહ્યા છે. આથી સામતેર આરોગ્ય કેન્દ્રમાં તબિબ અને નર્સીગ સ્ટાફની તાત્કાલીક નિમણુંક કરવા ગામ લોકોની માંગણી ઉઠવા પામેલ છે.
