યુવાનની બાઇક સ્લીપ થતા પ્રથમ આરોગ્ય કેન્દ્ર પર જતાં તબીબ ન હોવાથી ૧૦૮માં ઉના સારવાર માટે જવુ પડ્યુ..
ઊનાના ગરાળ ગામનો યુવાન બાઇક પર જતો હોય ત્યારે રસ્તા પર અચાનક ભુંડ આડુ ઉતરતા બાઇક સ્લીપ થઇ હતી. જેથી આ યુવાનને પગના ભાગે ઇજા થતાં સારવાર અર્થે પ્રથમ સામતેર આરોગ્ય કેન્દ્રમાં ગયેલ હતા. પરંતુ સામતેર આરોગ્ય કેન્દ્રમાં એમબીબીએસ ડોક્ટર ન હોવાના કારણે ઇજાગ્રસ્ત યુવાનની સારવાર થઇ નહીં બાદમાં ઇજાગ્રસ્ત યુવાને ઇમરજન્સી ૧૦૮ ને જાણ કરતા એમ્બ્યુલન્સ મારફતે ઉના ખાનગી હોસ્પીટલમાં સારવાર માટે જવું પડ્યુ હતો. જોકે ગરીબ પરીવારો માટે સરકારી હોસ્પીટલ એક સહારો હોય પરંતુ ખાટલેજ ખોટ હોય તો કોને કહેવા જવું તેવો અનુભવ ઇજાગ્રસ્ત યુવાનને થતાં નારાજગી વ્યક્ત કરી હતી. આમ આજુબાજુના ગ્રામ્ય વિસ્તારોમાં રહેતા લોકો માટે માત્ર એક આરોગ્ય કેન્દ્ર હોય ત્યારે ડોક્ટરના અભાવે નાછુટ દર્દીઓને સારવાર માટે તેમજ વૃધ્ધ લોકોને પોતાના દાખલા કાઢવા માટે એમબીબીએસ તબીબની સહી કરવા ઉના સુધી ધરમના ધક્કા ખાવાનો વારો આવે છે. આ બાબત તંત્ર દ્રારા દર્દીઓના હિતને ધ્યાને રાખી તાત્કાલીક ડોક્ટરોની નિમણુંક કરવા અને લોકો હેરાન ન થાય તેથી યોગ્ય કાર્યવાહી કરવા આ વિસ્તારના લોકોની માંગણી ઉઠવા પામેલ છે.