Gujarat

ઊનાના સૈયદ રાજપરા દરીયા કાંઠે સીમ વિસ્તારમાં દીપડાએ બકરીનું મારણ કર્યુ…

આ વિસ્તારમાં પાંજરૂ ગોઠવી દેતા દીપડો સફળતા પૂર્વક પાંજરામાં કેદ થઇ ગયો હતો…

ઉનાના સૈયદ રાજપરા ગામની રેવન્યુ સીમ વિસ્તારના દરિયા કાંઠે સાર્દુળ અરજણભાઈ ધગલ તેમના ઘેટા-બકરા ચરાવતા હોય ત્યારે અચાનક દિપડાએ એક બકરી ઉપર હુમલો કરી મોતને ઘાટ ઉતારી દીધેલ. અરજણભાઇએ હાકલા પડકારા કરતા દીપડો ત્યાંથી નાશી છુટ્યો હતો. ગભરાઇ ગયેલા આ રબારીએ તાત્કાલીક ઉના વનવિભાગે કરતા તેમનો સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયેલ અને આ વિસ્તારમાં તપાસ કરતા  બનાવ સ્થળથી સૈયદ રાજપરા ગામ તદન નજીક હોય જેથી દિપડો રહેણાંક વિસ્તારમાં પણ આવી શકે અને માનવ પર હુમલો કરી શકે તેવું જણાતા વનવિભાગે તત્કાલ દરીયા કાંઠાની સામે સીમ વિસ્તાર પાંજરૂ ગોઠવી દેવામાં આવેલ હતું. અને દીપડો આ વિસ્તારમાં આવતા દિવસ દરમિયાન સાંજના સમયે પાંજરામાં કેદ થતાં લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો.

-રાજપરા-દરીયા-કાંઠે-સીમ-વિસ્તારમાં-દીપડાએ-બકરીનું-મારણ-કર્યુ.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *