પરણીત અને પતિએ પ્રમિની હત્યા નિપજાવી..
ઊનામાં શહેરમાં છેલ્લા કેટલાય દિવસોથી કાયદો વ્યવસ્થાની પરીસ્થિતી લથડી ગયેલ હોય તેમ પાંચ દિવસ પહેલા જીવલેણ હુમલાની ઘટના બન્યા બાદ આજે રવિવારે ફરી એક રક્તરંજીત બનાવમાં આધેડવયની ઉમરના શખ્સની હત્યા થતા સમગ્ર પંથકમાં પોલીસની કામગીરી સામે સવાલ ઉઠવા પામેલ છે.
આ અંગેની પ્રાપ્ત વિગત મુજબ શહેરના ઉપલા રહીમનગર વિસ્તારમાં રહેતા હુસેન ઓસમાન કાળવેતરા રહે. ૫૨ મજુરી કામ કરતો હોય અને તેમણે શહેરના રામનગર ખારા વિસ્તારમાં રહેતી પરણીત સોનલ પણ મજુરી કામ કરતી હોય અને આ બન્નેની આંખ મળી જતાં બન્ને વચ્ચે છેલ્લા બે વર્ષથી પ્રેમ સબંધ બંધાયેલ હતો. અને અવાર નવાર આધેડ પરણીત પ્રમિ પંખીડા એક બીજાને અવાર નવાર મળતા પણ હતા. ત્યારે આજે વહેલી સવારે પાંચ વાગ્યાની આસપાસ હુસેન ઓસમાણ પરણીત સોનલના ઘરે તેમને મળવા ગયેલ એ વખતે પરણીતા સોનલના પતિ ભુપતને ખ્યાલ આવી જતાં હુસેનને પોતાની પત્નિ સોનલની સાથે જોઇ જતાં ભુપત ઉપર જાણેકે કાળ સવાર થતાં પ્રથમ બન્ને વચ્ચે બોલાચાલી થયેલ અને આધેડ હુસેન ઓસમાણ ત્યાથી વધુ માથાફુટ ન થાય તેથી નિકળી ગયેલ પરંતુ ભુપતના મગજમાં કાળ સવાર હોય પત્નિ સોનલ સાથે એકસંપ કરી ઘાતક હથિયાર વડે હુસેનના ડાબા પગમાં તેમજ માથાના ભાગે ગંભીર ઘા મારતા હુસેન સ્થળ પર લોહીલોહાલ હાલતમાં ઢળી ગયેલ હતો. આ ઘટનાની જાણ કલાકો બાદ રસ્તા પરથી પસાર થતાં રાહદારીઓને થતાં કોઇકે ૧૦૮ ને જાણ કરતા એમ્બ્યુલન્સ ઘટના સ્થળે પહોચી ગયેલ ત્યારે હુસેન મોતને ઘાટ ઉતરી ચુક્યો હોય આ અંગેની જાણ ઉના પોલીસને કરતા પીએસઆઇ જે વી ચુડાસમા સહીતનો પોલીસ કાફલો ઘટના સ્થળે પહોચી ગયેલ અને પ્રથમ હુસેનના મૃતદેહને સરકારી હોસ્પીટલે ખસેડેલ અને બાદમાં બનાવના સ્થળનું નિરીક્ષણ હાથ ધરેલ. અને પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કરતા હત્યારી પરણીત પ્રેમિકાએ પતિની સાથે મળી પ્રેમિની હત્યા નિપજાવ્યા બાદ ઘરે ચાલી ગયેલ એ પહેલા વહેલી સવારે હુસેનની તેમના ઘરથી થોડે દૂર હત્યા નિપજાવ્યા બાદ પુરાવા નાશ કરવા સ્થળ પર લોહીના નિશાન ઉપર ધુળ નાખી દીધેલ બાદમાં પતિ પત્નિએ હુસેનના ટીંગા ટોળી કરી મૃતદેહ રેલ્વેના ગનારા પાસે મુકી આપેલ અને હુસેનનું સ્કુટર ભુપતે દોડાવીને મૃતદેહ પાસે મુકી ગયેલ હત્યા નિપજાવ્યા બાદ ભુપત નાશી છુટ્યો હતો. જ્યારે તેમની પત્નિ નિરાંતે ઘરે પહોચી ગયેલ પોલીસે જીણવટ ભરી તપાસ કરતા અને હત્યાની એક પછી એક કડી મળી આવતા પ્રથમ પરણીતા સોનલને ઘરેથી ઝડપી હતી. અને નાશી છુટેલા તેમના પતિ ભુપતને મોબાઇલ લોકેશનના આધારે મોટા સમઢીયાળા ગામેથી ઝડપી પાડેલ હતો. આ બનાવની મૃતક હુસેનના પુત્રએ ઉના પોલીસમાં ફરીયાદ નોધાવી છે.


