Gujarat

ઊનામાં એક પરિવારને ત્યાં ૪ શખ્સોએ આવી હુમલો કર્યો

ઊના
ઊના સ્યુગર ફેક્ટરી વાડી વિસ્તારમાં રહેતા એક પરિવારને ત્યાં ૪ શખ્સોએ આવી હુમલો કર્યાનો બનાવ બન્યો હતો. અને પોલીસ ફરિયાદ નોંધાતા તપાસ હાથ ધરવામાં આવી છે. ઊના સ્યુગર ફેકટરી વાડી વિસ્તારમાં રહેતા વિનોદભાઈ ગોવિંદભાઈ ચુડાસમા, કોમલબેન, હંસાબેન પોતાના ઘરની ઓસરીમાં બેઠા હતા. ત્યારે ઊનામાં રહેતા રવિ બાંભણીયા, રઘુ રવિભાઈ બાંભમીયા, સુઝલ રવિભાઈ બાંભણીયા અને અનિતાબેન રવિભાઈ બાંભણીયાએ આવી ગાળો ભાંડી કહેલ કે તું કાલે મારા છોકરાઓને કેમ બોલાવતો હતો તેમ કહી છરી, પાઈપ, લાકડાના ધોકા વડે ખંભા અને વાસાના ભાગે માર માર્યો હતો. અને રાજુબેન વચ્ચે પડતા તેમને જમણા હાથમાં છરી મારી દીધી હતી. જેથી વિનોદભાઈ, કોમલબેન અને હંસાબેનને સારવાર માટે સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવા આવ્યા હતા. આ બનાવમાં પોલીસે ૪ શખ્સો વિરૂદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *