ઊના શહેરમાં ગાયત્રી માતાજીના મંદિરે માતાજીને વિવિધ પ્રકારની મિઠાઇ તેમજ ભોજનની વાનગીઓનો અન્નકૂટ ધરવામાં આવ્યો હતો. જેમાં મોટી સંખ્યામાં ભક્તોએ દર્શનનો લાભ લઇ ધન્યતા અનુભવી હતી.
શ્રી વેદ્ માતા શ્રી ગાયત્રી મંદિર ખાતે તુલસી વિવાહના દિવસે ગાયત્રી મંદિર ખાતે દર વર્ષે સતત ૨૬ વર્ષથી અન્નકૂટનું આયોજન કરવામાં આવે છે. માતાજીને છપ્પન ભોગ ધરવામાં આવે છે અને બટુકભોજન પણ કરાવામાં આવે છે. જેમાં ગાયત્રી મંદિર ટ્રસ્ટી રાજુભાઈ ડાભીના માર્ગદર્શન હેઠળ સતત ૨૬ વર્ષથી ગાયત્રી પરિવારના યુવાનો અને કાર્યકર્તાઓને ધાર્મિક કાર્યોમાં માર્ગદર્શન અને પ્રોત્સાહન આપી અન્નકૂટનું આયોજન કરવામાં આવે છે.


