ઊના શહેરમાં યુવાન તેમના મિત્ર સાથે હરતા ફરતા હોય જેનું મનદુઃખના લીધે ચાર શખ્સો દ્રારા લાકડીના ધોકા વડે હુમલો કરી ગંભીર ઇજા પહોચાડી હતી.
આ અંગેની પોલીસ માંથી પ્રાપ્ત વિગત મુજબ ઇસ્માઇલ ઉર્ફે જેમ્બો ફરીદ કુરેશી, ફરીદ કુરેશી, અસરફ ફરીદ કુરેશી તેમજ અનિશા ફરીદ કુરેશી આ તમામ શખ્સો દ્રારા યુસુફ ઉર્ફે તલવાર અબુભાઇ હાસમાણીના મિત્ર નાજીરભાઇ ઉર્ફે માયા ભીખુભાઇ સિંધી ગામેતી સાથે વાંધાઓ ચાલતા હોય યુસુફે મિત્રતાના નાતે તેની સાથે હરતા ફરતા હોય જેનું મનદુઃખના લીધે આ શખ્સોએ કોર્ટ વિસ્તારમાં રોકી ભુંડી ગાળો આપી લાકડી અને ધોકા વડે માથાના ભાગે, બન્ને પગમાં તેમજ વાસાના ભાગે મારમારી ગંભીર ઇજા કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હોય ઇજાગ્રસ્ત પ્રથમ ઉના સરકારો હોસ્પીટલે પ્રાથમિક સારવાર લીધા બાદ જુનાગઢ રીફર કરેલ ત્યાં યુસુફ ઉર્ફે તલવાર અબુભાઇ હાસમાણીએ પોલીસ ફરીયાદ નોધાવતા પોલીસે આગળની તપાસ હાથ ધરેલ છે.
