Gujarat

ઊનામાં તુ મારા છોકરાઓને કેમ બોલાવતો હતો તેમ કહી મહીલા સહીત ચાર શખ્સોએ ૩ વ્યક્તિઓ પર  છરી, લાકડા, પાઇપ વડે મારમારી ઇજા કરી..

ઊનાના સ્યુગર ફેક્ટર વાડી વિસ્તારમાં રહેતા યુવાનના ઘરે મહીલા સહીત ચાર શખ્સો આવી તુ મારા છોકરાઓને કેમ બોલાવતો હતો તેમ કહી છરી, પ્લાસ્ટીકનો પાઇપ, લાકડાના ધોકા વડે હુમલો કરી મહીલા સહીતે ઇજા કરી હતી. આ અંગે ચાર શખ્સો વિરૂધ પોલીસમાં ફરીયાદ નોધાવતા પોલીસે આગળની તપાસ હાથ ધરેલ છે.

અંગેની પ્રાપ્ત વિગત મુજબ ઊનામાં રહેતા રવિ બાંભણીયા, રધુ રવિ બાંભણીયા, સુઝલ રવિ બાંભણીયા તેમજ અનિતાબેન રવિ બાંભણીયાએ ગીરગઢડા રોડ પર આવેલ સ્યુગર ફેક્ટર વાડી વિસ્તારમાં રહેતા વિનોદભાઇ ગોવિંદભાઇ ચુડાસમા તેમજ દિકરી કોમલબેન, હંસાબેન પોતાના ઘરની ઓસરીમાં બેઠા હતા. ત્યારે આ શખ્સો આવી જેમ ફાવે તેમ ભુંડી ગાળો બોલી કહેલ કે તુ કાલે મારા છોકરાઓને કેમ બોલાવતો હતો તેમ કહી છરી, પ્લાસ્ટીકની પાઇપ, લાખડાનો ધોકા વડે ડાબા ખંભામાં, વાંસાના ભાગે તેમજ ઢીકાપાટુનો મારમારેલ હતો. અને રાજુબેન વચ્ચે છોડાવવા જતાં તેમના જમણા હાથમાં છરી મારી દેતા લોહીલોહાણ હાલતમાં કરી દીધેલ આમ ઇજાગ્રસ્ત કોમલબેન, રાજુબેન ઉર્ફે શાંતુબેન તેમજ વિનોદભાઇ ચુડાસમા ત્રણેયને સારવાર અર્થે સરકારી હોસ્પીટલે ખસેડવામાં આવેલ આ અંગે ચાર શખ્સો વિરૂધ પોલીસમાં ફરીયાદ નોધાવતા પોલીસે કાર્યવાહી હાથ ધરેલ છે. આમ એકજ પરીવારના ૩ વ્યક્તિઓને ઇજા પહોચાડી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *